મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોકટરની કરાઈ નિમણૂંક


SHARE

















મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોકટરની કરાઈ નિમણૂંક

મોરબીની સિવીલ હોસ્પિટલમાં લાંબા સમયથી નિષ્ણાંત ડોકટરોની ઘટને ધ્યાને લઈને સામાજીક કાર્યકરો, આગેવાનો અને હોસ્પિટલ તંત્ર દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી. જે રજુઆત અન્વયે ઓર્થોપેડિક (હાડકા)ના ડોકટરની નિમણુંક કરાઈ છે

મોરબી સિવીલ હોસ્પિટલમાં છેલ્લા ધણા સમયથી વિવિધ નિષ્ણાંત ડોકટરોની ઘટ હતી જેથી નિષ્ણાંત ડોકટરોની નિમણુક મામલે શહેરના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, જનક રાજા, અશોક ખરચરીયા સહિતના સામાજીક કાર્યકરો તેમજ રાજકીય આગેવાનો અને હોસ્પિટલ તંત્ર દ્વારા સરકાર પાસે વારંવાર રજુઆતો કરી ખાલી પડેલી મહત્વપૂર્ણ ડોકટરોની જગ્યાઓ ભરવા માંગણીઓ કરવામાં આવી હતી. આ રજૂઆતોને લઈને મોરબી સિવીલ હોસ્પિટલમાં ડો. મયુર કાલરીયાની (ઓર્થોપેડિક સર્જન) ૧૧ માસ માટે નિમણુંક કરવામાં આવી છે હવે તેઓ સિવિલ હોસ્પિટલના રૂમ નંબર-૭ માં ઓર્થોપેડિક સર્જનની મંગળ,ગુરૂ, અને શનિવાર ઓપીડી શરૂ કરવામાં આવી છે અને ટુંક સમયમાં જરૂરીયાતવાળા દર્દીઓ માટે ઓપરેશન સેવા પણ ચાલુ કરવામાં આવશે. જે સેવાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા હોસ્પિટલના ઈન્ચાર્જ અધિક્ષક ડો. દુધરેજીયા અને આરએમઓ ડો. કે.આર.સરડવાએ  અનુરોધ કર્યો છે.




Latest News