મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે મોત, દેહદાન કરાયું
મોરબી જિલ્લામાં ફુડ સિકયુરીટી એલાઉન્સીસમાં ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવશે
SHARE









મોરબી જિલ્લામાં ફુડ સિકયુરીટી એલાઉન્સીસમાં ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવશે
ફોર્ટીફાઇડ ચોખાને પ્લાસ્ટિકના ચોખા અંગેના કોઇ દુષ્પ્રચારથી ગેરમાર્ગે દોરાયા વગર ઉ૫યોગ કરવા અંગે આમ જનતાને મોરબી જિલ્લા કલેકટર જે.બી. ૫ટેલ દ્રારા અનુરોઘ
મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં આર્યન ૪, ફોલીક એસીડ ૪, વિટામીન બી-૧૨ જેવા પોષક તત્વોની ઉણ૫ ન રહે તે માટે ભારત સરકારના ભારતીય ખાદ્ય નિગમ (ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા) ના નિર્ણય મુજબ મઘ્યાહન ભોજન યોજનામાં ફોર્ટીફાઇડ રાઇસ એટલે કે પોલિશ્ડ કાચા ચોખા અથવા પોલિશ્ડ પારબોઇલ્ડ ચોખા જેને ચોખાના આકારના દાણા સાથે પ્રમાણસર ભેળવવામાં આવે છે. જે ભારત સરકારના ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટીના ઘોરણો અનુસાર આવશ્યક વિટામીન્સ અને ખનીજોથી સજજ હોય છે. જેથી બાળકોના આહારમાં ફોર્ટીફાઇડ ચોખાનો ઉ૫યોગ કરવા જણાવેલ છે.
સામાન્ય ચોખાને વ૫રાશમાં લેતા ૫હેલા પીરસવાથી4 પોલિશ્ડ કરવાથી વિટામીનો નાશ પામે છે જયારે ચોખાનું ફોર્ટીફીકેશન કરવાથી ખોવાયેલ સુક્ષ્મ તત્વોને જેવા કે આર્યન4 જીંક4 ફોલીક એસીડ4 વિટામીન બી-૧૨4 વિટામીન-એ ઉમેરાય છે. ફોર્ટીફાઇડ ચોખા રાંઘવાથી પોષક તત્વો જળવાઇ રહે છે અને આ ફોર્ટીફાઇડ ચોખામાંથી બનાવેલ વાનગીઓ જેવી કે બાફેલા ચોખા4 પુલાવ4 બીરીયાની જેવી વાનગીઓનો રંગ બદલાતો નથી. મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને મઘ્યાહન ભોજન યોજનામાં પીરસવામાં આવતા ભોજનમાં તેમજ કોવિડ-૧૯ ના સમયગાળા દરમ્યાન શૈક્ષણિક કાર્ય બંઘ રહેતા ફુડ સિકયુરીટી એલાઉન્સીસમાં વિતરણ કરવામાં આવતા ફોર્ટીફાઇડ ચોખાને પ્લાસ્ટિકના ચોખા અંગેના કોઇ દુષ્પ્રચારથી ગેરમાર્ગે દોરાયા વગર ઉ૫યોગ કરવા અંગે આમ જનતાને મોરબી જિલ્લા કલેકટર જે.બી. ૫ટેલ દ્રારા અનુરોઘ કરવામાં આવે છે.
