હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં મતદાર યાદી સંબંધિત શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી, કર્મચારીઓ તથા બીએલઓનું કરાયું સન્માન


SHARE







મોરબીમાં મતદાર યાદી સંબંધિત શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી, કર્મચારીઓ તથા બીએલઓનું કરાયું સન્માન

રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ સહિતના મહાનુભાવોના હસ્તે વર્ષ દરમિયાન ચૂંટણી, મતદારયાદી સંબંધિત કામગીરી તેમજ મતદાર જાગૃતિ અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી તેમજ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

મોરબી ખાતે ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અન્વયે વાંકાનેર મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી એ એચ.શેરસીયાનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે, મદદનીશ નોંધણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી ડી.સી.પરમારનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મદદનીશ નોંધણી અધિકારી તરીકે, મદદનીશ શ્રમ આયુક્ત મેહુલ હિરાણીનું સ્વિપ કામગીરીમાં શ્રેષ્ઠ નોડલ અધિકારી તરીકે, નાયબ મામલતદાર(મતદાર યાદી)નું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મામલતદાર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર વર્ષ દરમિયાન બીએલઓ તરીકે શ્રેષ્ઠ કામગીરીમાં ૬૫- મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે આર.આર.બળાઈનું, ૬૬ - ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે આર.બી.ઢેઢીનું અને ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે એન.એમ.પરાસરાનું સન્માન કરવામાં આવ્યું હતું. ૬૫ - મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે એ.આર.દલસાણિયાનું, ૬૬ - ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે એ.બી.પુજારા અને ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે એન.એમ.પરાસરાનું આર.એચ જાડેજાનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ સુપરવાઈઝર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. અને શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા કલ્બ(ELC) તરીકે, જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ ચુનાવ પાઠશાળામાં ૬૫ - મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે શ્રી રત્નમણિ પ્રાથમિક શાળા, મોટી બરાર, તા.માળિયાનું, ૬૬ - ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે શ્રી મોટી ચણોલ પ્રાથમિક શાળાનું તથા ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે શ્રી તાલુકા શાળા નં.૨, વાંકાનેરનું સન્માન કરવામાં આવ્યું હતુ






Latest News