મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં તંત્રની બેદરકારીના લીધે ૧૩ હજાર કિલો કઠોળ અને છ હજાર કિલો તેલનો સરકારી જથ્થો સડી ગયો ! : લાલજીભાઈ મહેતા


SHARE











મોરબીમાં તંત્રની બેદરકારીના લીધે ૧૩ હજાર કિલો કઠોળ અને છ હજાર કિલો તેલનો સરકારી જથ્થો સડી ગયો ! : લાલજીભાઈ મહેતા

મોરબીની અમુક રેશનીંગ દુકાનમાં ૨૦૨૦ માર્ચ લોકડાઉન દરમ્યાન ગરીબ માણસોને મફત અનાજ આપવાનું હતુ તે કઠોળ આશરે તેર હજાર કિલો, તેલ આશરે છ હજાર કીલો સડી ગયેલ છે હાલે ખાવા લાયક નથી તેનો નાશ કરવો જોઇએ નહીંતર ફરી આજ અનાજ ગરીબ માણસોને આપશે તો માણસની તંદુરસ્તી પર ખતરો છે આ અંગે નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની મીટીંગમાં અધિકારી તથા ધારાસભ્યને મોરબી શહેર અને અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીમાં વજેપર, વીસપરા, મંગલ ભુવન, મહેન્દ્રપરા તથા અન્ય જગ્યાએ ૨૦૨૦ માર્ચમાં જયારે લોકડાઉન થયેલ ત્યારે ગરીબ માણસોને મફત અનાજ આપવા માટે અનાજ ફાળવવામાં આવેલ હતું તે હાલે છેલ્લા દોષ વર્ષથી આશરે તેર હજાર કિલો કઠોળ, છ હજાર કિલો તેલ સડી રહયુ છે. જે ખાવા લાયક નથી આ અનાજ સરકારે તાત્કાલીક નાશ કરવો જોઇએ કારણ કે જો ફરીથી ગરીબ માણસોને સરકાર મફત અનાજ યોજના લાવશે તો આ અખાધ વસ્તુ વિતરણ કરશે અને માણસના આરોગ્ય પર મોટો ખતરો છે પ્રથમ તો આ અનાજ શા માટે ગરીબ માણસોને આપેલ નથી ? તેની તપાસ થવી જોઇએ, પડતર અનાજ તેલ રાખવાનો હેતુ શું છે ? તે પણ એક ચર્ચાનો વિષય છે આ પ્રશ્ન જયારે ગ્રાહક સુરક્ષા મંડળે અન્ન અને પુરવઠા વિભાગની મીટીંગમાં ચર્ચવામાં આવ્યો તો જાણવા મળેલ કે આ સરકારે ફાળવેલ અનાજ છે આટલો સમય પડતર હોય અને ખાવા લાયકના હોય તો લોબોરેટરીમાં ટેસ્ટ કરાવો તેનો રીપોર્ટ આવે પછી કોર્ટ હુકમ કરે પછી નાશ થઇ શકે આ પ્રક્રિયા કરતાં લગભગ પાંચ વર્ષ ચાલ્યા જાય એટલે છ વર્ષ પછીનો માલ કેવો રહે આ કેવો વહીવટ ? આટલો મોટો જથ્થો ગરીબ માણસને ખાવાના કામમાં પણ ન આવ્યો અને સડી ગયો? કેવી ઘોર બેદરકારી છે આ અંગે પુરવઠાના અધિકારી, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા તેમજ અન્ન પુરવઠાના મંત્રી જયેશભાઇ રાદડીયાને મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને રામભાઇ મંત્રી સવાલ કર્યો છે.

 “મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News