મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિરે શિવા દર્શન અને પિતૃ તર્પણ કરીને ધન્યતા અનુભવતા દર્શનાર્થીઓ


SHARE











મોરબીના રફાળેશ્વર મંદિરે શિવા દર્શન અને પિતૃ તર્પણ કરીને ધન્યતા અનુભવતા દર્શનાર્થીઓ

મોરબી નજીક આવેલ પ્રાચિન રફાળેશ્વર મંદિરે કોરોનાના લીધે બે દિવસીય લોકમેળાનું આયોજન રદ કરવામાં આવ્યું હતું જો કે, મંદિરના પટાંગણમાં આવેલ પારસ પિપળાને પાણી ચડાવીને લોકો પિતૃ તર્પણ કરવા માટે અને શિવ દર્શન કરવા માટે આવ્યા હતા

રીપુફાલ નામના રાજાએ તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા બાદમાં રીપુફાલેશ્વેર મહાદેવની સ્થાપના કરી હતી જો કે, સમયાંતરે નામનો અપભ્રંસ થવાથી હાલમાં આ જગ્યા રફાળેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતી છે અને શ્રાવણી અમાસના દિવસે આ મંદિરના પટાંગણમાં આવેલ કુંડમાં ગંગાજી પ્રગટ થાય છે જેથી ત્યાં સ્નાન કરવાનું અને કુંડની બાજુમાં જ આવેલ પારસ પિપળાને એક લોટો પાણી ચડાવવાથી  પિતૃ તર્પણ થાય છે જેથી પિતૃ તર્પણની સાથો સાથ મેળો માણ્વા માટે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી લોકો ત્યાં આવતા હોય છે જો કે, દરવર્ષે જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિર પાસેના મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તેને હાલમાં કોરોનાને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવ્યું હતું જો કે, પ્રાચિન મંદિરમાં દેવાધીદેવ મહાદેવના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવે હતી અને આ જગ્યાનું પિતૃ તર્પણ માટે ખૂબ જ મહત્વ છે માટે શ્રાવણી અમાસના દિવસે પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા 




Latest News