મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદમાં બુધવારે મૅગા નેત્રયજ્ઞ કેમ્પ


SHARE









હળવદમાં બુધવારે મૅગા નેત્રયજ્ઞ કેમ્પ

હળવદમાં રામાનંદી સાધુ સમાજની વાડી ખાતે સદગુરુ મૅગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંખના મોતિયાનું નિદાન અને ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, બુધવારે તા ૮ ના રોજ સવારે ૯:૩૦ થી ૧૨: ૩૦ વાગ્યા સુધી સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે આ કેમ્પ રામાનંદી સાધુ સમાજની વાડી ખાતે યોજાશે. જેમાં આંખના મોતિયાનું નિદાન તેમજ ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

આ કેમ્પમાં ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ આંખની હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો હાજર દર્દીઓને તપાસી આપશે અને મોતિયાના ઓપરેશનની જરૂર જણાય તેવા દર્દીઓને રાજકોટમાં રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે અને રાજકોટ આવવા જવાની વ્યવસ્થા સહિત દવા ટીપાં ચશ્માં અને રહેવા જમવાની ઉત્તમ તમામ સુવિધા નિઃશુલ્ક રીતે સેવા આપવામાં આવશે. ત્યારે આ કેમ્પનો લાભ હળવદ તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓને લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પનો લાભ લેવા અગાઉથી નામ નોંધવવા માટે ૯૮૨૫૭ ૧૬૪૫૭, ૯૮૨૫૭ ૩૫૦૫૫ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

 




Latest News