મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે દર્દીઓને ટિફિન સેવા માટે રામામંડળ યોજાશે


SHARE







ટંકારાના બંગાવડી ગામે દર્દીઓને ટિફિન સેવા માટે રામામંડળ યોજાશે

ટંકારા તાલુકાના બંગાવડી ગામે આગામી ચાર માર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીના હમદર્દ બની ટિફિન સેવા આપતા સદભાવના સંકુલ માટે રામામંડળ યોજાશે. અને તેમાં એકત્રિત  રકમ ટિફિન સેવા માટે વાપરવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે

છેલ્લા ૧૪ વર્ષથી નિરંતર અમદાવાદ  સિવિલ હોસ્પિટલમાં સેવાના ભેખધારી કાંતિભાઈ કાસુન્દ્રા અને તેમના પત્ની ભાવનાબેન મોરબી જીલ્લા સહિતના કોઈપણ દાખલ દર્દીના હમદર્દ બની રીપોર્ટ, દાખલ થવુ, આર્થિક મદદ અને ખાસ કરીને ભાવતા ભોજનિયા ભરપેટ ધરે બનાવી દૈનિક ટિફિન સેવા વિના મૂલ્યે આપે છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ વર્ગના દર્દી આ સેવાનો લાભ મેળવતા હોય એના ઋણ ચુકવવાના ઉમદા આશયથી ટંકારા તાલુકાના બંગાવડી ગામે વિખ્યાત રામા મંડળ યોજવાનુ આગામી ૪ માર્ચ ને શનિવારે સાંજે બંગાવડી ગામે આયોજન કર્યું છે. આ પ્રસંગે એકત્રિત થયેલ રકમ સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદ ખાતે એનાયત કરવામાં આવશે. જે ટિફિન સેવા માટે વાપરવામાં આવશે.

આવા ઉમદા દાતાઓનો આભાર વ્યક્ત કરતા  સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ કાંતિભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે મુકસેવાની સમાજ નોધ લઈ હવે પોતિકાના સુખદુઃખના દરેક પ્રસંગે આર્થીક મદદ કરી અમારા કામને બિરદાવે છે. અમો દ્વારા દર્દીના સગાને રહેવા માટે 90 રૂમનુ નવુ બિલ્ડીંગ બનાવવા માટે જમીન ખરીદી છે અને હવે દાતાઓના સહયોગથી ભવન પણ તૈયાર થશે જે આગામી વર્ષોમાં મોરબી જીલ્લાના તમામ દાખલ દર્દીના સગા સંબંધી માટે ફાયદો થશે. અમદાવાદ હોસ્પિટલ ખાતે આવતા દર્દી ની સેવા માટે તથા અનુદાન માટે +૯૧ ૯૩૭૪૯ ૬૫૭૬૪ ઉપર સંપર્ક કરવો.






Latest News