મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ સાથે ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજાશે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતીની ઉજવણી કરાઇ મોરબી અને ટંકારા તાલુકામાં ફટાકડાના હંગામી લાયસન્સની અરજી માટે સમય મર્યાદામાં કરાયો વધારો મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર
Breaking news
Morbi Today

માળીયા નજીક ઓનેસ્ટ હોટલ પાસે બે ટ્રક અને બસ વચ્ચે ત્રીપલ અકસ્માત


SHARE







માળીયા નજીક ઓનેસ્ટ હોટલ પાસે બે ટ્રક અને બસ વચ્ચે ત્રીપલ અકસ્માત 

મોરબી કચ્છ હાઇવે ઉપર આવેલ માળીયા નજીક ઓનેસ્ટ હોટલ પાસે ત્રીપલ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે ટ્રક અને એસટી અથડાવાનો બનાવ બનેલ છે અને આ ઘટનાની અંદર બંને ટ્રકના ડ્રાઈવરોને ઈજા થઈ હોવાથી તે બંનેને સારવાર માટે છે અને સદનસીબે અકસ્માતના આ બનાવની અંદર એસટીમાં બેઠેલા મુસાફરોમાંથી કોઈ જાનહાનિ કે ઈજા થયેલ ન હોવાનું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ઓનેસ્ટ હોટલ પાસે ટ્રક સાથે ટ્રક અથડાયા બાદ એસટીને પણ હડફેટે લીધી હતી અને જેથી કરીને ફતેપુરથી અંજાર તરફ જતી એસટી બસ પણ અકસ્માતનો ભોગ બની હતી અને અકસ્માતના આ બનાવની અંદર બે ડ્રાઇવરોને ઈજા થઈ હતી તેને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલોમાં લઈને આવ્યા હતા અને એસટી બસમાં બેઠેલા મુસાફરોમાંથી કોઈને ઈજા ન થઈ હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને રસ્તા ઉપર અકસ્માત સર્જાયેલા જે વાહનો હતા તેને સાઈડમાં ખસેડીને મોરબી કચ્છ હાઇવે રોડ ઉપરનો ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ક્લિયર કરવામાં આવ્યો હતો




Latest News