મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મધ્યપ્રદેશમાંથી ભાગેલ પ્રેમી પંખીડા મોરબીમાંથી મળી આવ્યા


SHARE





મધ્યપ્રદેશમાંથી ભાગેલ પ્રેમી પંખીડા મોરબીમાંથી મળી આવ્યા

મોરબી ખાતે આવેલ સીરામીક યુનિટોમાં કામ કરતાં મજૂરોમાંથી અનેક મજૂરો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય છે અને તે અટકાવવા માટે હાલમાં પોલીસ દ્વારા એસ્યોર્ડ એપ્લિકેશન બનાવીને તેમાં મજૂરોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે છતાં પણ ગંભીર ગુનાઓ આચરેલ શખ્સો મોરબીમાંથી પકડાય છે જેમાં તાજેતરમાં જ જોઇએ તો અંકલેશ્વરના ત્રીપલ મર્ડર તેમજ અપરણ-બળાત્કાર તેમજ મર્ડર સહિતના ગંભીર ગુનાઓના આરોપીઓ મોરબીમાંથી પકડાય છે.તે મુજબ હાલમાં એમપીમાંથી ભાગેલ પ્રેમી પંખીડા મોરબીમાંથી મળી આવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ લીનોરા વિટ્રીફાઈડ નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા મનીષ નામના શખ્સ તથા તેની સાથે ભોગ બનાર યુવતી મળી આવ્યા હતા. વધુમાં મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના ઓબેદુલગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં ભોગ બનનાર યુવતી તથા આરોપી મનીષ મોરબી હોવાની બાતમી મળતા એમપી પોલીસ મોરબી આવી હતી અને અહીંના જેતપર રોડ ઉપર લીનોરા વિટ્રિફાઇડ નામના યુનિટમાંથી ભોગ બનેલી યુવતી તથા આરોપી મનીષ મળી આવતા એમપી પોલીસે બંનેને હસ્તગત કરીને આગળની કાર્યવાહી કરવા માટે એમપી લઈ ગયેલ હોવાની માહીતી મળી રહી છે. અત્રે મોરબીના ઉદ્યોગકારોએ પણ અહીં ચેતવા જેવું ખરૂ કે પોતાને ત્યાં કામ કરતા મજૂરો અંગે સંપૂર્ણ માહિતી તેમના કોન્ટ્રાક્ટરો દ્વારા અથવા તો કારખાનેદાર દ્વારા રાખવામાં આવે તે જરૂરી બન્યુ છે અન્યથા કોઈ અન્ય પ્રશ્નો પણ ઊભા થઈ શકે તેમ છે.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબીમાં ભારે માત્રામાં ખનીજ ચોરી થાય છે ત્યારે કાગળ ઉપર કામગીરી દર્શાવવા માટે સમયાંતરે કેસ કરવામાં આવે છે તે હકીકત છે.દરમ્યાનમાં મોરબી ખાણ ખનીજ વિભાગના જી.કે.ચંદારાણા દ્વારા રફાળેશ્વર રોડ ઉપરથી પસાર થતા જીજે ૧૨ એઝેડ ૫૫૮૨નંબરના ડમ્પરમાં ૨૬ મેટ્રિક ટન ખનીજ ભરેલ હોય અને તે અંગે આધાર પુરાવા માંગતા ચાલક પાસે ખનીજ અંગેના કોઈ આધાર પુરાવા ન હોવાના લીધે ખનીજ તેમજ ટ્રક ડમ્પર એમ કુલ મળીને રૂા.૨૦ લાખના મુદામાલને જપ્ત કરી દંડ વસૂલવાની કાર્યવાહી કરવા માટે વાહનને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું. જ્યારે ખાણ ખનીજ વિભાગના રવિ કણસાગરા દ્વારા નંબર પ્લેટ વગરનું ડમ્પર નીચી માંડલ ગામ પાસેથી પકડવામાં આવ્યું હતું અને ડમ્પરના ચાલક દેવા હીરાભાઇ સેફાત્રામીર રહે.ખેતરડી તાલુકો વાંકાનેર જીલ્લો મોરબીને દંડ વસૂલવા માટે મેમો ફટકારવામાં આવ્યો હતો અત્રે નોંધનીય છે કે જો ખાણ ખનીજ વિભાગ, આરટીઓ વિભાગ, પોલીસ, મામલતદાર અને કલેક્ટર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તો મોરબીમાંથી ખાણ ખનીજ સંદર્ભે સરકારને લાખોની નહીં કરોડોની રેવન્યુની આવક થાય તેમ છે પરંતુ અહીંના સ્થાનિક તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને મલાઈ તારવવામાં આવતી હોય તેવો ઘાટ હોવાના લીધે સરકારની તિજોરીમાં મસ મોટું ગાબડુ પડી રહ્યું છે તે નવી વાસ્તવિકતા છે




Latest News