હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

ટંકારાના સજજનપર ગામે ઘરમાં પડી ગયેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત


SHARE







ટંકારાના સજજનપર ગામે ઘરમાં પડી ગયેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત

ટંકારા તાલુકાના સજજનપર ગામે રહેતી મહિલા પોતાના ઘરે હતી ત્યારે તેને ચક્કર આવતા તે પડી ગઈ હતી જેથી તેને ઈજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના સજજનપર ગામે રહેતા સવજીભાઈ વાઘેલા જાતે દેવીપુજકના પત્ની બદીબેન વાઘેલા (ઉમર ૪૫) પોતાના ઘરે હતા ત્યારે તેઓને ચક્કર આવતા તેઓ પડી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન બદીબેન વાઘેલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કર આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

દવા પી જતા યુવાન સારવારમાં

મોરબીના જેલ ચોક વિસ્તારની સામેના ભાગમાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયો હતો મોરબી સિવિલ હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસમાં જાણ કરી જણાવવામાં આવ્યું હતું કે, જેલ ચોકના સામેના ભાગે રહેતા નિલેશ જયેશભાઈ મકવાણા નામના ૨૩ વર્ષના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી હાલ તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલમાંથી યાદી આવેલી હોય હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે કયા કારણોસર નિલેશ મકવાણાએ આ પગલું ભર્યું..? તે દિશામાં હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે






Latest News