મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વૃદ્ધની કરોડો રૂપિયાની જમીન હડપ કરવા કૌભાંડ આચારીને જમીન ખરીદનાર આરોપીની ધરપકડ


SHARE





વાંકાનેરમાં વૃદ્ધની કરોડો રૂપિયાની જમીન હડપ કરવા કૌભાંડ આચારીને જમીન ખરીદનાર આરોપીની ધરપકડ

મૂળ મોરબી જિલ્લાના વાંકાનેરના રહેવાસી અને હાલમાં મુંબઈમાં રહેતા વૃદ્ધ અને તેના પત્ની હયાત છે તો પણ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેના મરણના દાખલા મેળવી લેવામાં આવ્યા છે અને તેઓની ખેતીની ૩૦ એકર કરતાં વધુની જમીન હડપ કરવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જો કે, વૃદ્ધને સમયસર તેની જાણ થઈ જતાં તેને અંદાજે ૨૫ કરોડની જમીનનું કૌભાંડ આચારનાર બે મહિલા સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે વાંકાનેર સિટી પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે

આ દુનિયામાં હયાત વ્યક્તિના મરણના દાખલા કાઢવામાં આવે અને તેની જાણ મૂળ વ્યક્તિને થાય તો તેના પગ નીચેથી જમીન સરકી જતી હોય છે આવું જ કઈક મૂળ વાંકાનેરના દીવાનપરાના રહેવાસી અને હાલમાં મુંબઇ (ઈસ્ટ) અરોરા સીનેમાની પાછળ હેમકુંજ ખાતે રહેતા રજનીકાન્ત શાન્તીલાલ સંઘવી (૯૨) સાથે થયું છે જેથી તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત પાંચ શખ્સોની સામે ખોટા મરણના દાખલા અને ખોટા દાસ્તાવેજો ઊભા કરીને તેની માલીકીની જમીનનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની વડીલો પાર્જીત મિલ્કતમાં મકાન "શાન્તીસદનદીવાનપરામાં આવેલ છે તેમજ ખેતીની જમીન વાંકાનેર તાલુકાના રેવન્યુ સવૈ નંબર (૧) રે.સ.નં ૧૦/૨ પૈકી ૨, રે.સ.નં. ૧૨ પૈકી ૧ તથા (૩) રે.સ.નં. ૧૨ પૈકી ૨ તથા (૪) રે.સ.નં ૧૮ પૈકી ૧, (૫) રે.સ.નં ૧૮ પૈકી ૨, (૬) રે.સ.નં. ૧૯, (૭) રે.સ.નં. ૨૦, (૮) રે.સ.નં. ૨૫/ ૧ પૈકી ૪, (૯) રે.સ.નં ૨૫/ ૧ પૈકી ૬ ની ખેતીની જમીન આવેલ છે જેનો આરોપીઓએ ખોટા દસ્તાવેજોના આધારે નવો દસ્તાવેજ બનાવી નાખ્યો છે

થોડા સમય પહેલા ફરિયાદી વૃદ્ધ લગ્ન પ્રસંગમાં વાંકાનેર આવ્યા હતા ત્યારે તેના ધ્યાને આવેલું હતું કે, તેની જમીનના રેવન્યુ રેકર્ડમાં ખોટી રીતે નોંધ કરાવી રૅન્યુ રેકર્ડમાં ખોટા વ્યવહારો કરવામા આવેલ છે. જેથી વાંકાનેર સબ રજીસ્ટારની કચેરીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓના સર્વે નંબર વાળી જમીનનો તા.૧૩/૦૯/૨૦૨૨ ના દસ્તાવેજ થઇ ગયેલ છે જેથી કરીને દસ્તાવેજની નકલ મેળવતા જમીન વેચનાર તરીકે મોનાબેન રજનીકાન્ત મહેતા (રાજેશભાઇ મહેતા) રહે. બાબુની ચાલી કાલુપુર અમદાવાદ તથા કુસુમબેન રજનીકાન્ત મહેતા (રમેશકુમાર દતાણી) રહે, ઉર્દુ સ્કુલ સામે કામદાર મેદાન પાસે, ગોમતીપુર અમદાવાદ વાળાના નામ હતા અને ખરીદનાર તરીકે સુચીતભાઇ રમેશભાઇ જોષી રહે. બજરંગવાડી, પવન પાર્ક રાજકોટ વાળાનું નામ દર્શાવામાં આવ્યું છે 

આ આરોપીએ તા ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ રૂપીયા ૩,૧૩,૩૮,૦૦૦ નો દસ્તાવેજ કરી આપેલ છે, જેમા સાક્ષી તરીકે રમેશભાઈ ડાયાભાઇ વડોદરીયા રહે. ગીતાનગર જકાતનાકા ગોંડલ રોડ અને જયંતિભાઇ ધીરૂભાઇ સાકરીયા રહે. રાધાપાર્ક-૨ માધાપર ચોકડી જામનગર રોડ રાજકોટ વાળાના નામ લખેલા છે અને તેઓની માલીકીની જમીનના ૩/૧૨ તથા ૮ અ ના રેવન્યુ રેકર્ડ મંગાવતા તેમાં પણ ખોટા દસ્તાવેજોના આધારે નોંધ કરી નાખવામાં આવી હતી જેમાં ફરિયાદી તેમજ તેના પત્ની રજનીકાન્ત શાન્તીલાલ સંઘવી અને તેના પત્ની કુસુમબેન રજનીકાન્ત સંઘવી (૯૦) હયાત છે તો પણ તેઓના અવશાન તા.૩/૫/૨૦૦૫ ના રોજ થયેલ હોવાનું દર્શાવીને બન્નેના મરણના પ્રમાણપત્ર અમદાવાદ મ્યુનીશીપલ કોર્પોરેશનના ખોટા મેળવીને સીધી લીટીના વારસદાર દર્શાવીને આરોપી મહિલાઓના નામ ઉમેરવામાં આવ્યા હતા જેને ફરિયાદ જાણતા પણ નથી

અત્રે ઉલેખનીય છે કે, ફરિયાદી વૃદ્ધ અને તેના પત્ની હયાત છે છતાં પણ તે બન્નેના મરણના પ્રમાણપત્ર ખેતી રીતે મેળવીને તેનો ઉપયોગ કરીને અમદાવાદના તલાટી બી.બી. રાઠોડ પાસેથી ખોટો પેઢી આંબો મેળવીને ખોટી વિગતોના આધારે નોટરી તરંગ આર. દવે રૂબરૂ સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામુ કરવામા આવ્યું છે જેમાં પણ ખોટી માહિતી આપવામાં આવી છે આમ બે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સો દ્વારા વૃદ્ધની માલિકીની કરોડો રૂપિયાની જમીન હડપ કરવા માટે કૌભાંડ કરવામાં આવ્યું હતું જો કે, હાલમાં વૃદ્ધ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીની ધરપકડ કરી હોવાની ડીવાયએસપી પી.એસ. ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યુ છે




Latest News