મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં બે વર્ષમાં ૬૯૧.૬૭ હેક્ટરમાં ૬ કરોડથી વધુના ખર્ચે રોપાનું વાવેતર કરાયું


SHARE













હળવદ તાલુકામાં બે વર્ષમાં ૬૯૧.૬૭ હેક્ટરમાં ૬ કરોડથી વધુના ખર્ચે રોપાનું વાવેતર કરાયું

ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ૬૯૧.૬૭ હેક્ટર વિસ્તારમાં રોપાના વાવેતર માટે કુલ ૬ કરોડથી વધુનો ખર્ચ કરાયો છે અને વૃક્ષોની માત્ર વાવણી જ નહીં પરંતુ જાળવણી પણ યોગ્ય રીતે થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેવું અધિકારી જણાવ્યુ છે

ગુજરાત વિધાનસભાનું હાલ બીજું સત્ર ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ સંદર્ભે વિધાનસભામાં લેખિતમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જે મુજબ હળવદ તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ બે વર્ષમાં કુલ ૬૦૩.૯૬ લાખના ખર્ચે ૬૯૧.૬૭ હેક્ટર વિસ્તારમાં રોપા વાવેતર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૭૦ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે પેટે કુલ રૂ. ૩૨૩.૦૮ લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો. તે જ રીતે વર્ષ ૨૦૨૨-૨૩માં તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૩૨૧.૬૭ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેના માટે કુલ રૂ.૨૮૦.૮૮ લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.  ક્લાયમેટ ચેન્જની અસર સંદર્ભે વિશ્વ આખું ચિંતા કરી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર વનના સંરક્ષણ માટે ક્ષેત્રીય અને સામાજિક વનીકરણ ઉપર વિશેષ મહત્વ આપી રહી છે. એટલું જ નહીં, માત્ર વૃક્ષો વાવવા જ નહીં પરંતુ તેની જાળવણી પણ યોગ્ય રીતે થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. 




Latest News