મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

એમપીમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીના પાવળીયારી નજીકથી મળી આવી


SHARE







એમપીમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીના પાવળીયારી નજીકથી મળી આવી

મોરબી વિસ્તારમાં ઘણા સીરામીકના કારખાના આવેલ છે જેમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી મજૂરો અહી મજૂરી કામ માટે આવે છે જે પૈકી અનેક મજૂરો જે તે વિસ્તારમાં ગુના આચરીને અહીં રહી મજૂરી કરતા હોય તેવા પણ બનાવો સામે આવ્યા છે તે દરમિયાનમાં મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી પાસેથી એક ઇસમ મળી આવ્યો હતો જે મધ્યપ્રદેશમાંથી સગીરાનુ અપહરણ કરી તેણીને સાથે લઈ અહીં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો..!

આ અંગે વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના નાજાપુર જિલ્લાના મંડી તાલુકામાં આવેલ સુજાલપુર પોલીસ સ્ટેશનના ધર્મેન્દ્રસિંહ રૂપસહાય બાતમીના આધારે મોરબી આવ્યા હતા કારણ કે તેઓના પોલીસ સ્ટેશનની હદમાંથી એક સગીરાનું અપહરણ થયું હતું અને તે સગીરા તથા આરોપી મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ નજીક આવેલ લોગાર્ડ સિરામિક નામના યુનિટમાં હોવાની બાતમી મળી હતી જેથી એમપી પોલીસ મોરબી આવી હતી અને અહીં મોરબી તાલુકા પોલીસ સ્ટાફને સાથે રાખીને તપાસ કરતા મધ્યપ્રદેશના સુજાલપુર વિસ્તારમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી હરીઓમ દેવકરણ માલવી (ઉમર ૨૨) સાથે અહીં મોરબીના લોગાર્ડ સિરામિક યુનિટના લેબર કવાટરમાંથી મળી આવતા બંનેને હસ્તગત કરીને આગળની તપાસ માટે એમપી પોલીસ બંનેને સાથે લઈ ગયેલ હોવાનું જાણવા મળેલ છે.

અત્રે નોંધનીય છે કે મોરબી જિલ્લા પોલીસ દ્વારા એસ્યોર્ડ એપ્લિકેશન બનાવવામાં આવેલ છે જેમાં કારખાનાઓમાં કામ કરતાં મજૂરો અને ખેતીમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની યાદી એકત્રીત કરવામાં આવે છે અને પોતાને ત્યાં કામ કરતા મજૂરો કે ભાડુઆતો અંગેની માહિતી કોઈએ પોલીસને ન આપી હોય તો તેની સામે પણ પગલાં લેવામાં આવે છે.જે બાબત આવા બનાવો બને ત્યારે સ્થાનિક પોલીસને મદદરૂપ બને છે માટે ગુના દાખલ થાય તે પૂર્વે ભાડુંઆતો અંગેની માહિતી કે કામે રાખેલ મજૂરો અંગેની માહિતી સંલગ્ન પોલીસને આપવામાં આવે તે જરૂરી બન્યું છે.

વાહન અકસ્માતમાં ધવાયેલ મહિલા સારવારમાં

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ અગાભી પીપળીયા ગામની રહેવાસી મિતલબેન સુરેશભાઈ નામની ૩૪ વર્ષીય મહિલા તેમના દિયરની રીક્ષામાં બેસીને કણકોટ ગામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દવા લેવા જતા હતા ત્યારે રસ્તામાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર અજાણ્યા બોલેરોના ચાલકે તેઓની રિક્ષાને હડફેટે લેતા ઇજાઓ થવાથી મિતલબનને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા રાજકોટ ખાતેથી યાદી આવતા હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા આ નોંધ કરી આ અંગે આગળની તપાસ હાથ ધરાય છે તેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા તપાસ ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા બિંદીયાબેન કિશોરભાઈ વસીયાણી નામની ૪૦ વર્ષીય મહિલા એકટીવા લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું એકટીવા રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી નજીક સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજા પામેલ બિંદીયાબેન વસીયાણીને અત્રે અયોધ્યાપુરી રોડ પર આવેલ ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા જ્યાંથી એ ડિવિઝન પોલીસને ઉપરોક્ત અકસ્માત બનાવની જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News