મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં સંગીતમય શૈલીમાં સોળ સંસ્કારનું મહત્વ સમજાવાતો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં સંગીતમય શૈલીમાં સોળ સંસ્કારનું મહત્વ સમજાવાતો કાર્યક્રમ યોજાયો

ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારનું ખૂબ જ મહત્વ છે તે આપણે જાણીએ જ છીએ જો કે, આધુનિક યુગમાં સોળ સંસ્કાર વિસરાઈ રહ્યા છે ત્યારે મોરબીમાં વિન્ટેલ ગ્રુપ દ્વારા લોકોને સોળ સંસ્કારનું મહત્વ સમજાવવા માટે આંતરરાષ્ટ્રીય કલાકાર વિનોદભાઈ પટેલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા અને વિન્ટેલ ગ્રુપના સંચાલક કે.જી. કુંડારીયા અને તેના પરિવાર દ્વારા મોરબીમાં લોકો માટે રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક ખાતે એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય કલાકાર વિનોદભાઈ પટેલનો સોળ સંસ્કારનો સંગીત ડાયરો રાખ્યો હતો જેમાં વિનોદભાઈ પટેલ દ્વારા ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારનું જે મહત્વ છે તેના વિષે સંગીતમય શૈલીમાં લોકોને સોળ સંસ્કારનું મહત્વ સમજાવ્યૂ હતું ત્યારે ગર્ભાધાન, પુંસવન, અનવલોભન, વિષ્ણુબલિ, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, સૂર્યાવલોકન, અન્નપ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, ગાયત્ર્યુપદેશ, સમાવર્તન, વિવાહ અને સ્વર્ગારોહણ સંસ્કારની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિન્ટેલ ગ્રુપના સંચાલક કે.જી. કુંડારીયા તેમજ યોગી પટેલ અને રાધે પટેલ સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News