મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં માત્ર ૫૦૦૦૦ એડ્વાન્સ આપીને ત્રણ ટેન્કર લઈ ગયેલા બે શખ્સએ યુવાન સાથે કરી ૩૬.૯૯ લાખની છેતરપિંડી


SHARE









મોરબીમાં માત્ર ૫૦૦૦૦ એડ્વાન્સ આપીને ત્રણ ટેન્કર લઈ ગયેલા બે શખ્સએ યુવાન સાથે કરી ૩૬.૯૯ લાખની છેતરપિંડી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સૂર્યકિર્તિ સોસાયટીમાં રહેતા યુવાન સહિતનાઓ બે વ્યક્તિ પાસેથી ત્રણ ટેન્કરની ખરીદી કરીને ગયેલા શખ્સ દ્વારા માત્ર ૫૦૦૦૦ રૂપિયા આપીને ૩૬.૯૯ લાખ આપવામાં આવ્યા નથી જેથી યુવાન સહિતના બંને સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સૂર્યકીર્તિ સોસાયટીમાં રહેતા હસમુખભાઈ નાજાભાઇ હુંબલ જાતે આહિર (૪૦) એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દેવાભાઈ ઉર્ફે બાબુભાઈ સારીગભાઇ પંડક રહે. જામનગર અને ભુરાભાઈ દાનાભાઈ મોરી રહે. રાતડી પોરબંદર વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓને તથા પ્રદીપભાઈને કુલ મળીને ત્રણ ટેન્કર વેચવાના હતા જેથી કરીને આરોપી દેવાભાઈને વાત કરતા તેઓએ ભુરાભાઈ મોરીને ગાડી લેવાની છે તેવું કહીને ભુરાભાઈ સાથે ફરિયાદીનો સંપર્ક કરાવ્યો હતો અને ફરિયાદી યુવાનને વિશ્વાસમાં લઈને તેનું ટેન્કર નંબર જી.જે. ૦૩ એઝેડ ૫૭૧૬, જી.જે. ૦૩ એઝેડ ૭૭૧૬ અને પ્રદિપભાઇનું ટેન્કર નંબર જી.જે. ૦૩ એઝેડ ૬૪૯૫ જે એક ટેન્કરની કિંમત ૧૨.૫૦ લાખ લેખે સોદો નક્કી કરવામાં આવ્યો હતો અને ૩૭.૫૦ લાખ રૂપિયા ફરિયાદીએ આરોપી ભુરાભાઈ દાનાભાઈ મોરી પાસેથી લેવાના હતા અને ફરિયાદી પાસેથી લખાણ કરાવી લઈ ટેન્કરના અસલ કાગળ આરોપી લઈ ગયા છે અને તેને એડવાન્સ પેટે માત્ર ૫૧,૦૦૦ રૂપિયા જ આપ્યા હતા અને ૩૬.૯૯ હજાર રૂપિયા લેવાના બાકી છે જે ન આપીને ફરિયાદી યુવાન અને પ્રદીપભાઇ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બંને આરોપીઓની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News