મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની આર્યતેજ હોસ્પિટલમાં સોમવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે 


SHARE









મોરબીની આર્યતેજ હોસ્પિટલમાં સોમવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે 

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ આર્યતેજ જનરલ હોસ્પિટલમાં આગામી તા. ૧૦ ના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કેમ્પ સોમવારે સવારે ૯ થી ૧ દરમિયાન યોજાશે જેમાં દર્દીઓને રાહત ભાવે દવાઓ આપવામાં આવશે તેમજ લોહી અને પેશાબની તપાસ પણ કરી આપવામાં આવશે.

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્યતેજ જનરલ હોસ્પિટલ ખાતે આગામી સોમવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્ત્રી રોગો નિષ્ણાંત, જનરલ ફિઝિશિયન, બાળરોગના નિષ્ણાંત, જનરલ સર્જન, હોમિયોપેથીકના નિષ્ણાત, ફિઝીયોથેરાપીસ્ટ, કાન, નાક, ગળાના નિષ્ણાત, ચામડીના રોગોના નિષ્ણાંત, આંખના નિષ્ણાત, દાંતના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરવામાં આવશે તેમજ આયુર્વેદિક સારવારના નિષ્ણાંત દ્વારા હરસ, મસા, ભગંદરના વિગેરેના દર્દીઓના દર્દનું નિદાન કરશે આ કેમ્પની વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૫૧૨૪ ૧૦૦૬૩ તેમજ ૯૪૨૮૩ ૪૭૮૦૦ ઉપર સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યુ છે




Latest News