મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદના સુખપર પાસે ટ્રેનની હડફેટે ચડી જતાં યુવાનનું મોત


SHARE











હળવદના સુખપર પાસે ટ્રેનની હડફેટે ચડી જતાં યુવાનનું મોત

હળવદ તાલુકાના સુખપર ગામ નજીક આવેલ ફાટકથી સુખપર ગામ તરફ જવાના રસ્તા ઉપર રેલ્વે ટ્રેક પાસે ટ્રેનની હડફેટે કપાઈ જવાથી સુખપર ગામના યુવાનની મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુખપર ગામે રહેતો યુવાન ભરતભાઈ નરસીભાઇ વડેચા (૪૨) સુખપર ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીક રેલ્વે ટ્રેન હડફેટે ચડી જતાં તેને તાત્કાલિક હળવદમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગે સરકારી હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે

ફિનાઇલ પી ગઈ

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૩ માં રહેતી પૂજાબેન તેજસભાઈ થરેસા (૨૦) પોતાના ઘરે હતી ત્યારે ત્યાં ફિનાઈલ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મહિલાને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે




Latest News