મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે બેંક પાસેથી બાઈકની ચોરી


SHARE











મોરબીના રવાપર રોડે બેંક પાસેથી બાઈકની ચોરી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એચડીએફસી બેન્ક સામેના પાર્કિંગમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૨૭૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે રહેતા રામજીભાઈ વેલજીભાઈ કકાસણીયા જાતે પટેલ (૫૪)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એચડીએફસી બેન્ક સામેના પાર્કિંગમાં તેમણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એમ ૨૫૯૩ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૭ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

રિક્ષા પલટી

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ચરાડવા ગામ પાસે રીક્ષા પલટી મારી જતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના વાવડી રોડ ઉપર રહેતા રસીલાબેન ભીખાભાઈ ઘાંચી (૩૭) અને રૂકશાનાબેન મહમદભાઈ (૩૭)ને ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેળ હાલતમાં બંને મહિલાઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરીને આ બનાવ અંગેની હળવદ પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે




Latest News