મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને ટંકારામાં હથિયાર સાથે નીકળેલા ૧૦ શખ્સ પકડાયા


SHARE











મોરબી, વાંકાનેર અને ટંકારામાં હથિયાર સાથે નીકળેલા ૧૦ શખ્સ પકડાયા

મોરબી જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું અમલમાં છે છતાં પણ હથિયાર લઈને ઘણા શખ્સો નીકળતા હોય છે તેવી જ રીતે મોરબી, વાંકાનેર અને ટંકારામાં હથિયાર સાથે નીકળેલા ૧૦ શખ્સો પાસેથી હથિયાર કબ્જે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસ આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડે નહિ તે માટે થઈને દર મહિને હથિયારબંધી સહિતના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તેની અમલવારી સ્થાનિક પોલીસ દ્વારા કરાવવાની હોય છે ત્યારે ગઈકાલે મોરબી વાંકાનેર અને ટંકારામાં છરી સાથે જુદી જુદી જગ્યાએથી ૧૦ જેટલા શખ્સો ઝડપાયા હતા જેથી કરીને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં  વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી મુકેશભાઈ જયંતીભાઈ માલકીયા જાતે કોળી (૨૦) રહે. રાજાવડલા રોડ મોડલ સ્કૂલ પાસે વાંકાનેર તથા ટંકારા તાલુકાની ખીજડીયા ચોકડી પાસેથી કાદરભાઈ હસનભાઈ મકવાણા જાતે ઘાંચી (૪૨) રહે. તિલકનગર ટંકારા અને હીરાપર ગામ પાસેથી સબીરભાઈ રાયમલભાઈ ભટ્ટી જાતે મિયાણા (૩૨) રહે. બિલાલી મસ્જિદ પાસે વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે

તેવી જ રીતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાવડી રોડ ઉપર માધાપર નાકા પાસેથી લાભુભાઈ મેઘાભાઇ ગઢવી જાતે ચારણ (૨૪) રહે. કાર્ય સોસાયટી, લીલાપર રોડ સ્મશાન પાસેથી ઈસ્માઈલભાઈ અમીનભાઈ જીંગયા જાતે મુસ્લિમ (૪૦) રહે. બોરીચાવાસ, ભુપતભાઈ નરસીભાઈ રાઠોડ જાતે બારોટ (૨૪) રહે. લાઇસન્સનગર શેરી નં-૨, મોરબીના જુના બસ સ્ટેશન પાછળ લાતી પ્લોટ નજીકથી દિલીપભાઈ ઉર્ફે ટકો કાનજીભાઈ ઉભડિયા જાતે પ્રજાપતિ (૨૩) રહે. મચ્છીપીઠ મોરબી તેમજ આરીફ મુસ્તાકભાઈ બલોચ જાતે મકરાણી (૪૨) રહે. મકરાણીવાસ મોરબી તો મોરબી બી ડિવિઝનમાં સર્કિટ હાઉસ સામે આવેલ વિદ્યુતનગરના ઢાળિયા પાસેથી દીપકભાઈ બાબુભાઈ ડાભી (૩૫) રહે. વિદ્યુતનગરના ઢાળ પાસે અને વીસીપરા રેલવે સ્ટેશન પાછળ ખાડામાં અલીસાપીરની દરગાહ પાસેથી અલ્યાસ ઉર્ફે ભીમો હુસેનભાઈ સુમરા જાતે સંધિ (૨૦) રહે વીસીપરા ચાર ગોદામ પાછળ ગુલાબનગર મોરબી વાળાની ધરપકડ કરીને તેઓની પાસેથી હથિયાર કબજે કરી તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે




Latest News