મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના લુંટાવદર પાસે કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત


SHARE















મોરબીના લુંટાવદર પાસે કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લુંટાવદર ગામ પાસે કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામ પાસે ડીઝા નોન વુવેન કારખાનાના લેબર ક્વોટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મોહિત સૈની (૩૫) નામનો યુવાન પોતાના લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની જાણ થતા અંબારામભાઈ મોહનભાઈ રાંકજા મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એલ. ઝાલા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવાન તામસી સ્વભાવનો હોવાનું જાણવા મળ્યું છે જોકે, કયા કારણોસર તેને આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ ચાલુ છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના બરાર ગામ પાસે ટ્રેક્ટર પલટી મારી ગયું હતું જેથી કરીને ટ્રેક્ટરમાં બેઠેલ ભવાનસિંગ બાબુસિંહ રાજપુત (૩૫) રહે. માળીયા મીયાણા વાળાને ઇજાઓ થઇ હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને હોસ્પિટલ મારફતે આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

કારખાનામાં ઇજા

મોરબી નજીકના વિન્ટેલ સીરામીકમાં કામગીરી દરમિયાન તૂટેલા કાચ લાગવાથી ગાળા ગામે રહેતા મહેશ ભૈયાલાલ રજક (૨૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં  તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

બોટાદમાં આવેલ ટાઢાની વાડી ખાતે રહેતા દુલેશ યસ જેઠાભાઈ (૨૮) નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે તેના બાઇક આડે ગાય ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે યુવાનને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને મોરબીમાં આવેલ મધુરમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News