મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ટંકારામાં ભેંસને બચાવવા જતાં વાહન ચાલકે માલધારીને ઉડાવતા આધેડનું મોત


SHARE









ટંકારામાં ભેંસને બચાવવા જતાં વાહન ચાલકે માલધારીને ઉડાવતા આધેડનું મોત

ટંકારામાં આવેલ મોરબીનાકા પાસેથી સુપર કેરિયર વાહન લઈને જઈ રહેલા વ્યક્તિના વાહન આડે ભેંસ આવી હતી ત્યારે ભેંસને બચાવવા જતા વાહન ચાલકે ભેંસ લઈને જઈ રહેલા આધેડને હડફેટ લીધા હતા જેથી કરીને તેના ગંભીર થતાં તેનું મોત નીપજયું હતું અને વાહનમાં બેઠેલા એક વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને રાજકોટ સારવારમાં લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટે તજવીજ હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારામાં આવેલ મોરબી નાકા પાસેથી ટંકારામાં જ રહેતા અજાણા રમેશભાઈ લાલજીભાઈ તેના કૌટુંબિક ભાઈ જયદીપભાઇ થોભણભાઈ અજાણા (૨૨) ને પોતાના સુપર કેરિયર વાહનમાં બેસાડીને ગાડીમાં ગેસ ભરાવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોરબી નાકા પાસે તેઓના વાહન આડે ભેંસ ઉતરતા રમેશભાઈએ ભેંસને બચાવવા જતા ભેંસ લઈને જઈ રહેલા બાબુભાઈ બીજલભાઇ ટોળીયા (૫૦) રહે. મોરબી નાકા ટંકારા વાળાને હડફેટે લીધા હતા જેથી કરીને તેઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ લઈને આવ્યા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા રાજકોટ ખાતે આધેડનું મોત નીપજયું છે અને આ વાહનની અંદર બેઠેલ જયદીપભાઇ થોભણભાઈ અજાણાને પણ ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને હાલમાં હોસ્પિટલ મારફતે અકસ્માતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગર શેરી નં૩ માં રહેતા સુભાષભાઈ ગોવિંદભાઈ ડાંગર (૫૧) નામના આધેડ માળીયા હાઇવે ઉપર આવેલ આરામ હોટલ નજીક પોતાનું બાઈક લઈને રોડ સાઈડમાં ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને જેમાં સુભાષભાઈ ડાંગરને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલાને માર માર્યો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા દયાબેન નીરુભાઈ માંગરોળીયા પોતાના ઘરે હતા ત્યારે રાત્રિના ત્રણ વાગ્યે તેને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા દયાબેનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે

વાહનમાં નુકશાન

મોરબી નજીકના જોધપર ગામ પાસેથી પસાર થઈ રહેલ પૂઠાનો જથ્થો ભરેલ આઇસર આગ લાગવાના કારણે બળીને ખાખ થઈ ગયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટના સાધુ વાસવાની રોડ ઉપર રહેતા પ્રશાંતભાઈ મનસુખભાઈ શેઠ દ્વારા જાણવાજોગ ફરિયાદ આપવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેનું વાહન નંબર જીજે ૧૩  વાય ૬૭૦૮ માં આગ લાગવાના કારણે તેમાં ભરેલ માલ અને વાહન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ છે જેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News