હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીની પાછળ પડેલા શખ્સને તુ શુ કામ અમારો પરિવાર બગાડે છે તેવું કહેનારા પતિને માર માર્યો


SHARE









મોરબીમાં પત્નીની પાછળ પડેલા શખ્સને તુ શુ કામ અમારો પરિવાર બગાડે છે તેવું કહેનારા પતિને માર માર્યો

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દીકરીની દવા લેવા માટે આવેલ મહિલાના ઘર પાસે અવારનવાર આટા ફેરા મારતા અને મહિલાને ફોન કરનારા શખ્સને મહિલાના પતિએ “તુ શુ કામ અમારો પરિવાર બગાડે છે” તેવું કહેતા ઉસ્કેરાઈ ગયેલા શખ્સે તેનો કાંઠલો પકડીને બે ત્રણ ફડાકા માર્યા હતા અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારી, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શોભેશ્વર રોડ ઉપર મફતિયાપરા વિસ્તારમાં રહેતા હિતેશભાઈ શામજીભાઈ સુમેરા (૩૨)એ વિજયભાઈ લોહાણા રહે. સનાળા રોડ હાઉસિંગ બોર્ડ ગરબી ચોક મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી અવારનવાર તેની પત્નીને ફોન કરતો હતો અને તેના ઘર પાસે આંટાફેરા મારતો હતો દરમિયાન તેની પત્ની અને દીકરી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દવા લેવા માટે થઈને આવ્યા હતા ત્યારે સિવિલ હોસ્પિટલમાં ગેટ પાસે આરોપી વિજય લોહાણા ઉભો હતો જેથી ફરિયાદીએ તેને “તું શું કામ અમારો પરિવાર બગાડે છે” તેવું કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેનો કાંઠલો પકડીને બે ત્રણ ઝાપટો મારી હતી અને ગળા ઉપર નખોડીયો માર્યો હતો તેમજ ઝપાઝપી કરીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારી, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News