મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે રહેતી યુવતીએ અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE













મોરબીના સામાકાંઠે રહેતી યુવતીએ અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ સીરામીક સિટીમાં રહેતી યુવતીએ તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેણીનું મોત નીપજ્યું હતું અને તેના બોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા હતા ત્યાર બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી છે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા સિરામિક સિટીના અવધ પેલેસમાં રહેતી રાધિકાબેન રમેશભાઈ મકવાણા નામની ૧૯ વર્ષીય યુવતીએ તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેના ડેડબોડીને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ મોરબી બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જગદીશભાઈ ડાંગર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

આધેડ સારવારમાં
મોરબીના માળિયા ઉપર આવેલ નાગડાવાસ ગામ નજીક પાઇપલાઇનમાં કામ કરતા સમયે પાઇપલાઇન ઉપરથી નીચે પડી જતા ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ (૫૨) રહે. રાધાગંજ બિહાર હાલ રહે મોરબી વાળાને ઇજા થઈ હતી જેથી તેને સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને બનાવ અંગે જાણ થતા હાલ તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક યુનિટમાં કામ દરમિયાન ઉંચાઈએથી પડી જતા સોનાભાઈ ગુપ્તાભાઈ નાગ નામના ૫૫ વર્ષના આધેડને ઇજાઓ પહોંચતા શહેરના સામાકાંઠે શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો ત્યાંથી સારવાર કર્યા બાદ જાણ કરવામાં આવેલ હોય હાલ તાલુકા પોલીસ મથકના જે.પી. પટેલ દ્વારા આગળની તપાસ કરવામાં આવેલ છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ શિવાજી મિનરલ નામના કારખાનામાં રહેતા વિક્રમભાઈ ગુડિયા (૩૦) નામનો યુવાન જાંબુડીયા ગામ પાસે આવેલ આરટીઓ ઓફિસ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ગંભીરતા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવામાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર ભીમસર પાસેથી ગુર્જર કમલેશભાઈ વસંતભાઈ (૪૧) રહે. વર્ધમાન સોસાયટી કુળદેવી પાન પાસે વાળાને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો તેમાં ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવની જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે






Latest News