હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

કર્ણાટકની ચૂંટણીના પ્રચારમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને જવાબદારી સોપાઈ


SHARE









કર્ણાટકની ચૂંટણીના પ્રચારમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને જવાબદારી સોપાઈ

આગામી ૧૦ મે ના રોજ દક્ષિણનું રાજ્ય કર્ણાટક વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીની વિશિષ્ટ એવી ચૂંટણી વ્યૂહ રચનાના ભાગરૂપે અનુભવી રણનીતિકાર અનેક ચૂંટણી પેટા ચૂંટણીઓમાં આગવી શૈલીથી કામ કરનાર મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પ્રચાર અર્થે કર્ણાટક પહોંચી ગયા છે. અને કર્ણાટકનું માન્ચેસ્ટર ગણાતા અને રાજ્યના મુખ્ય શહેરો પૈકીનું એક એવા દાવણગેરે નોર્થ બેઠક પર ઇન્ચાર્જ તરીકે જવાબદારી તેઓ સંભાળશે. તેઓ વિમાન માર્ગે બેંગલુરુ થઈ દાવણગેરે પ્રચાર કાર્યાલયની મુલાકાત લીધી હતી અને માઇક્રો પ્લાનિંગ સાથે તેઓ કામે લાગી ગયા છે. અને આગામી અઠવાડિયે તેઓની સાથે મોરબી માળિયા વિસ્તારના અન્ય આગેવાનો કાર્યકર્તાઓ પણ ચૂંટણી કાર્યમાં જોડાશે.




Latest News