મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ચેલેન્જર્સ ટ્રોફી સ્પર્ધા અંતર્ગત 38 ઇવેન્ટ યોજાશે


SHARE







ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ચેલેન્જર્સ ટ્રોફી સ્પર્ધા અંતર્ગત 38 ઇવેન્ટ યોજાશે

ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને ભવ્ય રીતે ઉજાગર કરવા અને બન્ને રાજ્યો વચ્ચે એક સમન્વય સ્થાપિત કરવા માટે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે તા. 17થી 30 એપ્રિલ દરમિયાન યોજાશે. એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરવા માટે આઝાદી કા અમૃત મહોત્સવહેઠળ ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 5 હજારથી વધુ મહેમાનો ગુજરાત આવવાના છે

ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે આ ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ચેલેન્જર્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાંચ અલગ અલગ રમતમાં ખેલાડીઓ સામેલ થશે. ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 22 અને 23 એપ્રિલ, 2023ના રોજ આ સ્પર્ધાઓ યોજાશે. તેમાં ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગમાં ખેલાડીઓ ભાગ લેશે. વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટીફિકેટ  આપવામાં આવશે તેમજ ઓવર ઓલ વિજેતા રાજ્યને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં તમિલનાડુ અને ગુજરાતના સીનિયર કેટેગરીના ખેલાડીઓ સામેલ થશે

તેમાં ટેબલ ટેનિસ અને ટેનિસમાં મેન્સ સિંગલ્સ, વિમેન્સ સિંગલ્સ અને મિક્સ ડબલ્સ ઇવેન્ટ યોજાશે. સ્વિમિંગમાં ફ્રી સ્ટાઇલ 100 અને 200 મીટર, બેકસ્ટ્રોક 100-200 મી., બ્રેસ્ટસ્ટ્રોક 100-200 મી., બટરફ્લાય 100-200 મી., ફ્રી સ્ટાઇલ રીલે 4 x 50 અને 4 x 100મી., મીડલે રીલે 4 x 50 મી., મિક્સ્ડ ફ્રી સ્ટાઇલ રીલે 4 x 50મી. અને મિક્સ્ડ મીડલે રીલે 4 x 50 મીની ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ પાંચ રમતોમાં પુરુષ અને મહિલા કેટેગરીમાં કુલ 38 ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ગુજરાતના 108 તેમજ તમિલનાડુના 108 ખેલાડીઓ સહિત કુલ 216 ખેલાડીઓ ભાગ લેશે.






Latest News