મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારાના ખાખરાબેલા ગામ પાસે ડમ્પરના ચાલકને પ્લાસ્ટિકના પાઇપ-ધોકા વડે માર માર્યો


SHARE







ટંકારાના ખાખરાબેલા ગામ પાસે ડમ્પરના ચાલકને પ્લાસ્ટિકના પાઇપ-ધોકા વડે માર માર્યો

ટંકારા તાલુકાના નેકનામ ગામે વાડીએ ખેતીમાં મજૂરી કામ કરતો યુવાન ડમ્પર લઈને ડેમમાંથી માટી ભરી આવ્યો હતો દરમિયાન તેને પાંચ થી છ શખ્સોએ તેને રોકીને ખાખરાબેલા ગામ પાસે પ્લાસ્ટિકના પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા હોસ્પિટલ મારફતે આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે કિશોરભાઈની વાડીએ ખેતીમાં મજૂરી કામ કરતો સરદાર જુવાનસિંહ મેરા (૩૨) નામનો યુવાન ખાખરાબેલા ગામ પાસેથી ડમ્પર લઈને નીકળ્યો હતો ત્યારે તેને રોકીને પાંચ થી છ શખ્સો દ્વારા પ્લાસ્ટિકના પાઇપ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલે તેને સારવાર આપ્યો બાદ આ બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી દરમ્યાન ભોગ બનેલા સરદાર મેરા સાથે ફોન ઉપર વાત કરતા તેને જણાવ્યું હતું કે, તેણે કિશોરભાઈની વાડી ભાગમાં વાવવાં માટે રાખી છે અને એક દિવસ માટે તે ખાખરાબેલા ડેમમાંથી માટી ભરવા માટે ડમ્પર લઈને ગયો હતો અને તે માટી ઉકેડા ગામે લઈ જવામાં આવી હતી દરમ્યાન તેને ખાખરાબેલા ગામ પાસે અજાણ્યા શખ્સોએ રોકીને ડમ્પરમાંથી નીચે ઉતારીને માર માર્યો હતો જેથી કરીને તેને ઈજા થતા હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા પ્રફુલભાઈ ભગવાનજીભાઈ બુડાસણા (૬૨) પોતાનું બાઈક લઈને મોરબીમાં મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ આસવાદ પાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ
મોરબીના જેલ રોડ ઉપર વાંકાનેર દરવાજા પાસેથી પસાર થઈ રહેલા ભગવાનજીભાઈ જસમતભાઈ ભોરણીયા (૬૯) રહે. મહેન્દ્રનગર રોડ મોરબી વાળાનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ભગવાનજીભાઈ ભોરણીયાને ઈજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News