મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અંજીયાસર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE









માળીયા (મી)ના અંજીયાસર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી

માળીયા મીયાણાના જુના અંજીયાસર ગામે માસીના ઘરે જમવા માટે ગયેલ યુવાન અને તેના ભાણેજને છ થી સાત મહિના પહેલા થયેલ ઝઘડોનો ખાર રાખીને ગાળો આપવામાં આવી હતી અને ત્યાર બાદ યુવાનના ભાણેજને ડોકની પાછળના ભાગમાં છરી વડે છેકો મારીને ઇજા કરવામાં આવી હતી તેમજ યુવાન અને તેના ભાઈને ધોકા વડે માર માર્યો હતો તેમજ ફરિયાદી તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબીની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર લીધા બાદ માળિયા(મિં.) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળીયા મીયાણાના અંજીયાસર ગામે રહેતા નૂરદિનભાઈ નુરમામદભાઈ સામતાણી જાતે મિયાણા (૩૦)એ હાલમાં કરીમભાઈ સુલેમાનભાઈ માણેક આમીનભાઈ સલેમાનભાઈ માણેક અને રફીકભાઈ હાસમભાઈ મોવરની સામે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રમજાન ઈદના દિવસે ફરિયાદી યુવાન પોતાના ભાણેજ આદિલ હબીબ ભટ્ટી રહે. અંજીયાસર વાળા સાથે તેના માસી રહેમતબેન અયુબભાઈ સામતાણી નવા અંજીસર ચોક પાસે રહેતા હોય ત્યાં જમવા માટે ગયા હતા અને ત્યારે તેઓ ચોક પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપી કરીમભાઈ સુલેમાનભાઈ માણેકએ છથી સાત મહિના પહેલા આદિલ સાથે થયેલ બોલાચાલી બાબતનો ખાર રાખીને ફરિયાદી યુવાન તથા તેના ભાણેજને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ ગયેલા આરોપી કરીમ સુલેમાનભાઈ માણેકે પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરીને આદિલને ડોકની પાછળના ભાગમાં ઈજા કરી હતી અને ફરિયાદી યુવાન તથા તેના ભાઈ આમીનને ધોકા વડે માર માર્યો હતો અને ત્યારે ફરિયાદ તથા તેના ભાઈએ બૂમાબૂમ કરતા આસપાસમાંથી લોકો આવી જતા આરોપી ત્યાંથી નાસી ગયા હતા જોકે, જતા જતા એવી ધમકી આપી હતી કે આજે તો તમે બચી ગયા છો હવે મળશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા તેના ભાણેજને ગંભીર ઇજા થઈ હોવાથી મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા બાદ ત્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સારવાર લીધા બાદ યુવાને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વરલી જુગાર

મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં-૩ ના ખૂણા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ શરૂ કરી હતી ત્યારે વરલી ફિચરના આંકડા ચિઠ્ઠીમાં લખી મોબાઇલમાં ફોટો મોકલાવીને વરલી જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ૪૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન તથા ૩૭૦ રોકડા આમ કુલ મળીને ૪૩૭૦ ના મુદ્દામાલ સાથે લક્ષ્મણભાઈ તરશીભાઇ દારોદરા જાતે કોળી (૫૩) રહે. લાયન્સ નગર સરમારીયા દાદાના મંદિર સામે નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી જીવરાજભાઈ કોળી રહે. રણછોડનગર નવલખી રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News