મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની રવિવારી બજારમાંથી યુવાનના ૨૫ હજારના બાઈકની ચોરી


SHARE









મોરબીની રવિવારી બજારમાંથી યુવાનના બાઈકની ચોરી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઇન્દિરાનગરમાં રહેતા યુવાને બી ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના પાડાપુલ નીચેથી તેનું બાઈક ચોરી થયેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં ખોડીયાર મંદિરના ચોક પાસે રહેતા જેઠાલાલ રવજીભાઈ સોલંકી નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના પાડાપુલ નીચે રવિવારે બજાર ભરાય છે ત્યાં તે પોતાનું બાઈક નંબર જીજે ૩ એચએફ ૨૪૮૯ લઈને ગયો હતો અને ત્યાં પાર્ક કરીને મૂક્યું હતું ત્યારે આ ૨૫૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના પ્રતાપ ચોક બ્રાહ્મણ શેરીમાં રહેતા મહેન્દ્રભાઈ બચુભાઈ વાગડીયા તેના બાઇકમાં હર્ષાને બેસાડીને વાંકાનેર નજીક આવેલ રાતીદેવરીથી જડેશ્વર રોડ તરફ રામદેવપીરના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક નંબર જીજે ૩ ડીએફ ૩૯૩૨ ને સ્વીફ્ટ કાર નંબર જીજે ૩  ઇઆર ૮૬૮૪ ના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી મહેન્દ્રભાઈ તથા તેની સાથે બાઈકમાં બેઠેલા હર્ષને ઈજાઑ થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ મહેન્દ્રભાઈ વાગડિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News