વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વર્ષામેડી પાસે મીઠાના કારખાનામાં ઈલેક્ટ્રીક સોટ લગતા યુવાનનું મોત


SHARE









માળીયા (મી)ના વર્ષામેડી પાસે મીઠાના કારખાનામાં ઈલેક્ટ્રીક સોટ લગતા યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના વર્ષામેડી ગામ પાસે આવેલ મીઠાના કારખાનામાં ઈલેક્ટ્રીક કામ કરતા સમયે યુવાનને ઇલેક્ટ્રીક સોટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીના દેવરીયા જિલ્લાનો રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના વર્ષામેડી ગામ પાસે આવેલ મહારાજા સૉલ્ટ વર્ક નામના મીઠાના કારખાનામાં મજૂરી કામ કરતો આલીમભાઈ રાસીદભાઈ અન્સારી જાતે મુસ્લિમ (૨૪) નામનો યુવાન કારખાનામાં ઇલેક્ટ્રીક કામ કરતો હતો ત્યારે અકસ્માતે તેને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હોય તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News