મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીની શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પીટલમાં હવે દર શુક્રવારે જનરલ સર્જરી માટે કેમ્પ


SHARE









મોરબીની શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પીટલમાં હવે દર શુક્રવારે જનરલ સર્જરી માટે કેમ્પ

મોરબીના સામાકાંઠે બી ડીબીઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓને સારામાં સારી સારવાર આપવામાં આવે છે ત્યારે હવેથી દર શુક્રવારે સારણગાંઠ, એપેન્ડિક્સ, પથરી, હરસ ,મસા, કબજિયાત, પેટના રોગોનું નિદાન ફ્રી (નિશુલ્ક) કરાશે જેથી કરીને દર્દીઓને આ સેવાનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે

મોરબીમાં રામધન આશ્રમની સામે મહેન્દ્રનગર રોડ ઉપર પ્રભુકૃપા ટાઉનશીપ સામે સુભાષ પાર્કમાં શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલ છે ત્યાં ૨૪ x ૭ કલાક ઇમર્જન્સી સારવાર સહિતની સારવાર દર્દીઓને આપવામાં આવે છે આ હોસ્પિટલમાં સમયાંતરે જુદાજુદા કેમ્પનું દર્દીઓ માટે આયોજન કરવામાં આવે છે જેનો ઘણા દર્દીઓ લાભ લેતા હોય છે આવી જ રીતે મોરબીની શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર શુક્રવારે જનરલ સર્જરી વિભાગમાં ડો. રવિ કોટેચા દ્વારા દર્દીની તપાસ તેમજ ફાઈલ તદન ફ્રીમાં કરી આપવામાં આવશે

અત્રે ઉલેખનીય છે કે, ૬ વર્ષના અનુભવી જનરલ સર્જન તેમજ લપરોસ્કોપિક સર્જન DNB General Surgery, F-MAS, D-MAS ડો.રવિ કોટેચાની સેવાનો લાભ હવે શિવમ હોસ્પિટલ ખાતે દર્દીઓને મળવાનો છે. આ સેવાનો લાભ સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૮ માં દર્દીઓ લઈ શકે છે આ ઉપરાંત શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલમાં નિયમિત રીતે જનરલ સર્જરી, જટિલ સર્જરી, દૂરબીન દ્વારા જટિલ સર્જરી, સારણ ગાંઠ, એપેન્ડિક્સ, શરીરના કોઈ પણ ભાગની ગાંઠ, હરસ,મસ્સા ભગંદર, બર્ન્સ - દાજેલા દર્દીનું નિદાન અને ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ કેમ્પમાં આવેલ દર્દીઓને જરૂર પડે ઓપરેશન પણ રાહતદરે કરી આપવામાં આવશે અને વધુ માહિતી માટે ૯૭૨૭૫ ૨૭૫૫, ૯૭૨૭૫ ૨૭૫૫૬ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News