મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ અને વાંકાનેરમાં જુગારની જુદી જુદી બે રેડ: નવ જુગારીઓ ઝડપાયા


SHARE









મોરબીના ઘુટુ અને વાંકાનેરમાં જુગારની જુદી જુદી બે રેડ: નવ જુગારીઓ ઝડપાયા

મોરબી તાલુકાના ઘુટુ ગામે અને વાંકાનેરમાં આવેલ રેલવે બ્રિજ નીચેના ભાગમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા કુલ મળીને નવ જુગારીઓ ઝડપાયા હતા અને તેની પાસેથી પોલીસે કુલ મળીને ૪૧,૧૮૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારા ધારા હેઠળ ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘૂટું ગામની સીમમાં આવેલ હરિઓમ પાર્ક સોસાયટીના ગેટ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઈશ્વરભાઈ ઉકાભાઇ કુરિયા (૫૩), રમેશભાઈ કાનજીભાઈ ઝાકાસણીયા (૪૮), ચંદ્રકાંત મનજીભાઈ કુંડારીયા (૩૪), ભરતભાઈ ભૂદરભાઈ કુંડારીયા (૪૮), ખીમજીભાઈ મગનભાઈ દેત્રોજા (૫૮) અને દિનેશભાઈ ટપુભાઈ રામોલિયા (૫૧) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૯૧૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરમાં નેશનલ હાઇવે રોડ રેલવે બ્રિજના નાલા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં કરી હતી ત્યારે સાગરભાઇ ભુપતભાઈ ધોળકિયા (૨૩), ભુપતભાઈ કાનાભાઈ રાતડીયા (૨૩) અને યુનુસભાઈ શરીફભાઈ કેડા (૩૮) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૨૦૩૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે દાઉદભાઈ હાજીભાઈ કલર જાતે સંધિ મુસ્લિમ (૭૪) રહે. કાલિકા પ્લોટ વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૧૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News