મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે રહેતી પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે નોંધાવી ફરિયાદ


SHARE









માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે રહેતી પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે નોંધાવી ફરિયાદ

મોરબી જિલ્લાના જુના ઘાટીલા ગામે માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિ, સાસુ અને સસરા સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે શારીરિક અને માનસિક દુઃખત્રાસ આપતા હોવાની તેમજ મારકૂટ કરતાં હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવતા જુના ઘાટીલા ગામે રહેતા જગદીશભાઈની દીકરી અંજનાબેન (30) ના લગ્ન હાલમાં ભરૂચ જિલ્લાના દહેજ ગામે સરસ્વતી સોસાયટી બી-૭ માં રહેતા ધવલભાઇ દુર્લભજીભાઈ દેથરિયા કાવર સાથે થયા હતા અને અંજનાબેન હાલમાં તેના માવતરના ઘરે છે ત્યારે તેણે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ધવલભાઈ દુર્લભજીભાઈ કાવર, સસરા દુર્લભજીભાઈ પ્રભુભાઈ કાવર અને સાસુ મુક્તાબેન દુર્લભજીભાઈ કાવર રહે. બધા હાલ સરસ્વતી ટાઉનશિપ બી-૭ દહેજવાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘરકામ બાબતે મેણાં ટોણાં મારીને શારીરિક માનસિક દુખ ત્રાસ આપતા હતા અને મારકૂટ પણ કરતાં હતા તેમજ ફરિયાદીના પતિને ચડામણી કરીને ત્રણેય જણા તેને ત્રાસ આપતા હતા જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિતના ત્રણ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતથી નુકશાન

ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ એલપીજી પંપ સામે રોડ ઉપરથી રાજકોટના કાલાવા રોડ ઉપર ક્રિસ્ટલ મોલ સામેના ભાગમાં આવેલ સૌરભ રેસીડેન્સી રહેતા એડવોકેટ અજયભાઈ કાંતિલાલ જોશી જાતે બ્રાહ્મણ (૪૨) પોતાની કાર નંબર જીજે ૩ જેઆર ૨૦૦૫ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેની ઇનોવા કારને ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીવાય ૮૭૧૬ ના ચાલક પૂખરાજસિંહ કિશનસિંહ રહે. રાજસ્થાન વાળાએ હડફેટે લીધી હતી જેથી કરીને પાછળના દરવાજા, બમ્પર વિગેરેમાં નુકસાન થયું હોવાથી હાલમાં ભોગ બનેલા અજયભાઈ જોશી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની છે




Latest News