બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કૂટરની સીટ ફાડી નાખતા શેરીમાં રખડતા કૂતરાને મારવા ગયેલા યુવાન ઉપર છરી-ધોકા વડે હુમલો


SHARE









મોરબીમાં સ્કૂટરની સીટ ફાડી નાખતા શેરીમાં રખડતા કૂતરાને મારવા ગયેલા યુવાન ઉપર છરી-ધોકા વડે હુમલો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ આંબેડકરનગરમાં શેરીમાં રજડતા કૂતરાએ સ્કૂટરની સીટ ફાડી નાખતા તેને મારવા ગયેલા યુવાનની સાથે પાડોશમાં રહેતા મહિલા સહિતના ચાર વ્યક્તિઓએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ છરી અને ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આંબેડકરનગરમાં રહેતા અજયભાઈ શિવાભાઈ સારેસા (૨૩) નામના યુવાને પોતાના ઘર પાસે તેનું સ્કૂટર પાર્ક કરીને મૂક્યું હતું જે સ્કૂટરની સીટ ત્યાં શેરીમાં રજડતા કૂતરાએ ફાડી નાખી હતી જેથી તે કૂતરાને માર મારવા જતા ત્યાં પાડોશમાં રહેતા ચિરાગ, કાર્તિક, ગૌતમ અને અંજલિ નામના ચાર વ્યક્તિઓએ તેની સાથે બોલાચાલી કરી હતી અને માથાકૂટ કર્યા બાદ છરી અને ધોકા વડે તેના ઉપર હુમલો કરીને અજયને ઇજાઓ કરી હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવમાં ઇજા પામેલા યુવાન સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે આરોપીઓએ કુતરા શેરીમાં રજડતા હોય તેને પાળ્યા છે અને તેના ઘર પોતે પોતાનું સ્કૂટર મુક્યું હતું જે સ્કૂટરની સીટ કુતરાએ ફાડી નાખી હોવાથી તે કુતરાને મારવા માટે જતો હતો ત્યારે આ ચારેય વ્યક્તિઓએ તેની સાથે ઝઘડો કરીને માર માર્યો હતો જેથી કરીને આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પી પીધું

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં પ્રજાપત ટાઇલ્સ પાસે આવેલ કુંભારવાડા શેરી નંબર-૧ માં રહેતા કોમલબેન જયેશભાઈ અગેચાણીયા (૩૩) નામની મહિલાએ પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઈલ પી લીધું હતું જેથી કરીને તે મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપરમાં મેલડી માતાજીના મંદિર પાસે રહેતો હાર્દિક રાઘવજીભાઈ ગોલતર (૧૯) નામનો યુવાન મોરબીના મયુર પૂલેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતી રિક્ષાના ચાલકે તેના બાઇકને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં હાર્દિક ગોલતરને માથાના ભાગે ઇજા થઇ હોવાથી પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે




Latest News