મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં યુવતીએ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







માળીયા (મી)માં યુવતીએ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત

માળીયા મીયાણા શહેરમાં રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા શહેરમાં રહેતા હીનાબેન અમુભાઈ પરમાર (૨૪) નામની યુવતીએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસોને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતમાં આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે યુવતીને માનસિક બીમારી હોય તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ માધાપર પાર્ક સામતાણીની વાડી ખાતે રહેતા મિતલબેન તુલસીભાઈ હડિયાલ (૪૦) નામની મહિલા વાવડી રોડ ઉપર આવેલ ગૌશાળા પાસે બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહી હતી ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસેથી દલવાડી સર્કલ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતો અલ્ફાઝ યાસીન ચૌહાણ (૨૬) નામનો યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. ફુલતરીયા ચલાવી રહ્યા છે






Latest News