મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા(મિં.) નજીક ફાયરિંગના ગુના પકડાયેલા આરોપીઓને જેલ હવાલે કરાયા


SHARE







માળીયા(મિં.) નજીક ફાયરિંગના ગુના પકડાયેલા આરોપીઓને જેલ હવાલે કરાયા

માળીયા(મિં.) નજીક આવેલ નવજીવન હોટલ ખાતે ટ્રક ઝડપથી રીપેર કરી દેવાની વાતે ત્રણ ગાડીઓમાં આવેલા સાત શખ્સોએ હોટલના માલિક ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને જાનથી મારી નાખવાના ઇરાદે તેની પાછળ વાહન દોડાવ્યા હતા જે ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડ પૂરા થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે

માળિયા મિંયાણામાં આવેલ ત્રણ રસ્તા પાસે રહેતા સાફીરભાઈ મુસાભાઇ મોવર (ઉમર ૨૯) ની માળિયા હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલની સામે આવેલ નવજીવન હોટલ ખાતે ફાઇરીંગનો બનાવ બનેલ હતો જેની ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવ્યુ હતું કેઆરોપી ઓસમાણ સુમાર મોવર તેની ટ્રક લઇને ફરીયાદીની હોટલ પાસે આવેલ ગેરેજ ખાતે રીપેરીંગ કામ માટે આવેલ જેમાં વાર લાગી હતી ત્યાર બાદ જુસબભાઇ ગુલમામદભાઇ મોવર તથા હૈદર સુમારભાઇ મોવર તથા તેનો નાનો ભાઈ ઓસમાણભાઇ સુમારભાઇ મોવર રહે. માળીયા(મી) નાઝ રોઇલાઇન્સ પાસેહાઇવે રોડ ઉપર વાળા તથા બીજા ચાર અજાણ્યા માણસો ત્યાં આવ્યા હતા અને હોટલે ફરિયાદીને માર નાખવા માટે તેના તરફ ગાડી દોડાવી હતી અને કુલ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા જે ગુનામાં પોલીસે જુસબ ગુલમામદ મોવરહૈદર સુમાર મોવર અને ઓસમાણ સુમાર મોવરની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવ્યા હતા જો કે, આરોપીના રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે

ઝેરી દવા પીધી

મોરબીના વીસીપરામાં આવેલ લાયન્સનગરમાં રહેતા રાણા દેદા બેગડા (૪૫) નામના યુવાને પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઇ હોવાથી આ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલે યુવાને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ, મકવાણા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા રૂકશાનાબેન નિઝામુદ્દીન દેકાવાડીયા (૪૨) નામની મહિલા ઘરેથી વાડીએ બાઈકમાં પાછળના ભાગે બેસીને જતી હતી ત્યારે કોઈ કારણોસર તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં રુકસાનાબેન દેકાવાડિયાને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે






Latest News