મોરબીના રવાપર ગામે ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત: હળવદના નવા માલણીયાદ ગામે કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યા કરનારા ત્રણ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબીમાં યુવાનની હત્યા કરનારા ત્રણ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાં સરદાર રોડ ઉપર શેરીમાં છરીના ઘા ઝીકીને યુવાનની હત્યા કરવામાં આવી છે જેની મૃતક યુવાનની માતાએ મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે યુવાનની હત્યા કરનારા ત્રણ આરોપીને ઝડપી લીધા હતા અને આજે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ ખોડીયાર પાન સામેની શેરીમાં મોરબીની જાની શેરીમાં રહેતા હિરેન જગદીશભાઈ ભટ્ટ (૩૨) નામના યુવાનને છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી જેથી મૃતક યુવાનની માતા ચંદ્રિકાબેન જગદીશભાઇ ભટ્ટ (૭૦)એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી રણજીતસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા (૪૦), મહિપતસિંહ બનેસિંહ વાઘેલા (૨૨) અને જીગરસિન્હ ઉર્ફે જીગો બનેસિંહ વાઘેલા (૨૦) રહે. ત્રણેય હાલમાં યદુનંદન પાર્ક મોરબી મૂળ રહે વસઇ પાટણ વાળાની ધરપકડ કરેલ હતી અને આ ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે




Latest News