મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

નવલખીના દરિયામાં ગેરકાયદે મચ્છીમારી કરવા ગયેલ શખ્સની સામે ગુનો નોંધાયો


SHARE





નવલખીના દરિયામાં ગેરકાયદે મચ્છીમારી કરવા ગયેલ શખ્સની સામે ગુનો નોંધાયો

માળીયા મીયાણા તાલુકામાં આવેલ નવલખી બંદરે માછીમારી કરવા માટે જવાનું ટોકન લીધા વગર દરિયામાં બોટ લઈ જઈને મચ્છીમારી કરીને બોટ પરત આવી રહી હતી ત્યારે તેને રોકીને એસઓજીની ટીમે તેને ચેક કરતાં લાઇસન્સમાં જણાવેલ શરતોનો ભંગ કર્યો હોવાથી હાલમાં બોટના માલિકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકામાં આવતા નવલખી દરિયાની બાજુમાં જુમાવાડી ખાતે રહેતા અને માછીમારીનું કામ કરતા હુસેનભાઈ ઇસ્માઈલભાઈ નંગામણા જાતે વાઘેર મુસ્લિમ (૩૫) પોતાની બોટ લઈને નવલખી દરિયામાંથી માછીમારી કરીને પાછા આવતા હતા ત્યારે એસઓજીની ટીમ દ્વારા તેને રોકીને તેની પાસેથી જરૂરી આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા ત્યારે તેને બોટ “મરીયમ” રજીસ્ટ્રેશન નંબર IND-GJ-36-MO-08 વાળી લઇ માછીમારી કરવા ગયેલ હોવાનું લાઇસન્સ બાયવ્યું હતું જોકે માછીમારી કરવા દરિયામાં જવા માટેનો જે ટોકન ફિસરીઝ વિભાગ પાસેથી મેળવવાનું હોય તે લીધા વગર જ આરોપી પોતાની બોટ લઈને માછીમારી કરવા માટે ગયેલ હોવાથી તેણે લાયસન્સમાં જણાવેલ શરતમાં ભંગ કર્યો હોવાથી તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ (સુધારા) વટહુકમ ૨૦૨૦ ની કલમ ૭(૪) તથા ૨૧ (૧)ચ મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબી શહેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતા કિશનભાઇ રવિશંકર તરૈયા (૫૦) નામના આધેડ ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ જડેશ્વર મંદિર નજીક અકસ્માતે પડી ગયા હતા જેથી કરીને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવવાની સિવિલ હોસ્પિટલેથી મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા
મોરબીના માધાપર વિસ્તારમાં રામજી મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં માધાપર શેરી નંબર ૧૭ માં રહેતા અક્રમ હુસેનભાઇ ભટ્ટી (૨૪) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે




Latest News