વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખરીફ પાકોના  બિયારણની ખરીદી કરતા ખેડૂતોએ શું શું ધ્યાન રાખવું?


SHARE









મોરબી જિલ્લામાં ખરીફ પાકોના  બિયારણની ખરીદી કરતા ખેડૂતોએ શું શું ધ્યાન રાખવું?

મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે તેમ નાયબ ખેતી નિયામક  મોરબી કે.જી.પરસાણીયાની યાદીમાં જણાવાયું  છે.




Latest News