મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામ નજીક રસ્તો ઓળંગી રહેલી મહિલાને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા સારવારમાં


SHARE









મોરબીના ટીંબડી ગામ નજીક રસ્તો ઓળંગી રહેલી મહિલાને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે પગપાળા રોડ ક્રોસ કરી રહેલ મહિલાને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લીધા હતા જેથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબી ખસેડાયા હતા

બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામ નજીક પરમેશ્વર કાંટાની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રસ્તો ઓળંગી રહેલા હસીનાબેન આદમભાઈ ભટ્ટી (ઉમર ૪૮) રહે.નદીકાંઠા વિસ્તાર મફતપરાનગર ભાવનગર વાળીને તા.૨૪-૪ ના રાત્રિના દસેક વાગ્યે અકસ્માતમાં ઇજા પહોંચી હતી જેમાં અજાણ્યા બાઈક ચાલકે હસીનાબેન ભટ્ટીને હડફેટે લીધા હોય ડાબા હાથના ભાગે ઇજાઓ થતા તેમને અત્રેઁની મધુરમ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા અને બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ તપાસ કરી હતી અને વધુમાં ભોગ બનનારના પતિ આદમભાઈ ભટ્ટી સાથે વાત થતા તેઓએ જણાવ્યું હતું કે તા.૨૪ ના ઈદ નિમિત્તે હસીનાબેન પોતાના દીકરીના ઘરે ઈદ દેવા માટે જતા હતા ત્યારે ટીંબડીના પાટીયા નજીક રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા બાઇકની ચાલકે તેમને હડફેટે લીધા હતા જેમાં તેમને ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની ચિરાગ લવજીભાઈ દરજી (ઉમર ૨૪) અને સોનલબેન ચિરાગભાઈ દરજી (ઉમર ૨૪) ને મોરબીના રાજકોટ હાઇવે અજંતા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે સીવીલે ખસેડવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ આ અકસ્માત બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી હતીય

બાળક સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી સોસાયટી પાછળના ક્રિષ્નાનગર શેરી નંબર-૨ માં રહેતા જીત રાજેશભાઈ નિમ્બાર્ક નામના ૧૨ વર્ષના બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયાએ તપાસ કરતા ખુલ્યું હતું કે જીત નિમ્બાર્ક નામનો ૧૨ વર્ષનો બાળક પોતાના ઘર નજીક શેરીમાં સાયકલ લઈને જતો હતો ત્યારે અકસ્માતે તે સાયકલમાંથી નિચે પડી જતા ઈજાગ્રસ્ત થતા તેને સારવારમાં લઈ જવાયો હતો.






Latest News