મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનેદારના અપહરણના ગુનામાં પકડાયેલા ચારેય આરોપી જેલ હવાલે


SHARE









મોરબીમાં કારખાનેદારના અપહરણના ગુનામાં પકડાયેલા ચારેય આરોપી જેલ હવાલે

મોરબીમાંથી સિરામિક ઉદ્યોગપતિનું ઇકો કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને છરી બતાવીને પહેલા ૧૦ લાખની માંગણી કરી હતી જોકે, બાદમાં ઉદ્યોગપતિના ભાગીદારને ફોન કરીને પાંચ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા જે અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ કર્મચારી સહિતના પાંચ શખ્સો સામે ઉદ્યોગપતિએ ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરી હતી તેના રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં ગુંજન હાઇટ્સમાં રહેતા કારખાનેદાર જીજ્ઞેશભાઈ મહાદેવભાઈ ભટ્ટાસણાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ઘૂટુંથી તલાવીયા શનાળા વચ્ચેથી તેના જ કારખાનના પૂર્વ કર્મચારીઓ દ્વારા ઇકો ગાડીમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પહેલા દસ લાખ રૂપિયાની માંગણી કરીને અંતે મારી નાખવાની ધમકી આપીને ફરિયાદીના ભાગીદાર વિશાલભાઈને ફોન કરીને તેની પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા પછી આરોપીઓ ફરિયાદીને અમદાવાદ પાસે મુક્ત કર્યો હતો આ ગુનાના કામે પોલીસે ૨.૧૬ લાખ રોકડા અને ગુનામાં વપરાયેલ કાર નંબર એમપી ૯ ઝેડસી ૨૭૭૮ કબજે કરી હતી અને આરોપી મનોજ ઉર્ફે તપન હરિહર બેહરા, જયંતાકુમાર હરિહર બહેરા, રોહિત લાલુરામ મંડલોઇ અને પવન ખુમસિંગ મજરાની ધરપકડ કરી હતી અને રિમાન્ડ ઉપર લીધા હતા જેના રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુના હજુ એક આરોપીને પકડવાનો બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલુ છે




Latest News