મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા (મી) ના વીરવિદરકા પાસે આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં મહિલાએ અંતિમ માર્ગ અપનાવ્યો


SHARE









માળીયા (મી) ના વીરવિદરકા પાસે આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં મહિલાએ અંતિમ માર્ગ અપનાવ્યો

માળીયા મીયાણા તાલુકાની હદમાં આવતા વીરવિદરકા ગામના પાટીયા પાસે સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેની બોડીને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતક મહિલાના લગ્નને દોઢ વર્ષ જેટલો સમય થયો હોય તેની નોંધ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવવાની જાણવા મળતી વિગત મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં માળીયા મિયાણા તાલુકાની હદ માં આવતા વીરવિદરકા ગામના પાટીયા પાસે ક્યુલક્ષ સીરામીક નામના કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા હેતલબેન જીગરભાઈ કમેજડિયા જાતે કોળી (૨૮)એ લેબર કવાર્ટર ની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે માળિયા મિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પીએસઆઇ એમ.પી. સોનારા સહિતનો સ્ટાફ ત્યાં હોસ્પિટલે પહોંચ્યો હતો અને મૃતક મહિલાના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હોવાનું અને તેને સંતાન ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે.






Latest News