મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમલૈંગિક લગ્નની મંજુરીના વિરોધમાં આવેદનપત્ર અપાયું


SHARE





મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમલૈંગિક લગ્નની મંજુરીના વિરોધમાં આવેદનપત્ર અપાયું

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમલૈંગિક લગ્નની મંજુરીના વિરોધમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ તકે મોરબી જિલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ, પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોષી તેમજ મહિધરભાઈ દવે, કમલભાઈ દવે, પ્રણવભાઈ ત્રિવેદી, ધર્મભાઈ રાવલ, રોહિતભાઈ પંડ્યા, વિજયભાઈ રાવલ સહિતના હાજર રહ્યા હતા

હાલમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, લગ્ન એક પ્રાચીન સંસ્થા છે તમામ ધર્મોના સમાજોએ તેની માન્યતા અને અનુભવોના આધારે લગ્ન અને કુટુંબની આ સ્થાપના કરી તેના નિયમો બનવી સુવ્યવસ્થિત સંસ્કારી સમાજ માટે લગ્ન અને કુટુંબની આ સંસ્થાનું પોષણ કર્યું છે જેમાં લાંબા સમયથી ચાલતી આ લગ્ન પરિવારીક સંસ્થાની વિભાવના ફરજ કાયદો વગેરે દ્રઢપણે સ્થાપિત કરવમાં આવ્યા છે. લગ્ન સંસ્થામાં સુધારાનું કામ લોકસભા વિધાનસભાઓ પર છોડી દેવામાં આવે તો સારું રહેશે. તથા સુપ્રિમ કોર્ટે આ મુદ્દા પર વિચાર કરતી વખતે ધાર્મિક નેતાઓ, શાસ્ત્રીય વિદ્વાનો અને ભારતીય સમાજનું પ્રતિનિધિત્વ કરતા અન્ય વર્ગોને પણ સાંભળવું જોઈએ આ માટે ન્યાયિક તપાસ કરવા સીટની રચના કરવી અને દેશભરમાં જઈને આ વિષય પર દરેક સમાજનો અભિપ્રાય જાણવો અને તેનો સર્વે કરવો જરૂરી છે તેવી માંગ કરવામાં આવી છે




Latest News