મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

કર્ણાટકના ભાજપના ઉમેદવાર મણીકાંત રાઠોડ સામે ગુનો નોંધવા મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ


SHARE





કર્ણાટકના ભાજપના ઉમેદવાર મણીકાંત રાઠોડ સામે ગુનો નોંધવા મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ

હાલમાં કર્ણાટક રાજ્યમાં વિધાનસભાની ચુંટણીની પ્રક્રિયાઓ ચાલી રહેલ છે. તે પક્રિયામાં અને ચુંટણી પ્રચાર દરમ્યાન અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ પક્ષની તરફે એક જુવાળ ઉભો થયેલ છે આવા સંજોગોમાં કર્ણાટક રાજ્યના ચિત્તપુર વિધાનસભા બેઠકના બીજેપી ઉમેદવાર મણીકાંત રાઠોડે જાહેરસભામાં અને જાહેર નિવેદનથી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, તેમના પત્ની અને પરિવારને મારી નાંખવાની ધમકીઓ ઉચ્ચારેલી છે. તેઓ આ નિવેદનમાં પોતાની જાતને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કર્ણાટક રાજ્યના બીજેપીના અન્ય આગેવાન બસવરાજ બોમ્મઈના ચહિતા અને બ્લ્યુ આઈ બોય તરીકે ઓળખાણ આપેલ છે.

આ ધમકીભર્યા ભાષણોથીએ સ્પષ્ટ થઈ ગયું છે કે મલ્લિકાર્જુન ખડગે કે જેઓ દલિત પરિવારમાંથી આવે છે. અને હાલમાં તેમની લોકપ્રિયતામાં અને લોકચાહના વધતાં તેને જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારવામાં આવેલ છે કર્ણાટક રાજ્યજે ભગવાન બસવન્નાની ભૂમિજે સહ અસ્તિત્વની પરંપરા ઉપર ગર્વ લેતી ભૂમિ છે ત્યાં નાતજાતના ભેદભાવ ઉભા કરીને ધાર્મિક લાગણીઓ ઉશ્કેરીને રાજકીય વિરોધીઓને ખૂન ખરાબા કરવાની ધમકીઓ આપીને અને આખા ભારત દેશમાં ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ ઉશ્કેરેલી છે. અને મલ્લિકાર્જુન ખડગે સામેના સ્ટેટમેન્ટથી ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાંલોકોમાંઅશાંતિ ફેલાવી લોકોની ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ દુભાયેલી છે. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ બગડી જશે. આથી આ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધવી જરૂરી છે. અને આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે.

ભાજપના મણીકાંત રાઠોડની સતત બેજવાબદારીભરી ધમકીઓને કારણે ગુજરાતમાં પણ આ ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ દુભાયેલી છે. જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપીને કર્ણાટક રાજ્યના ચિત્તપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર મણીકાંત રાઠોડ સામે આઈપીસીની કલમ ૧૫૩(એ)૨૯૫(એ)૫૦૫૫૦૬૨૯૪૧૨૦(બી) મુજબની ફરિયાદ રજીસ્ટ્રરડ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે મહેશભાઇ રાજ્યગુરુ, કે.ડી. પડસુંબિયા, એલ.એમ.કંઝારીયામુકેશભાઇ ગામી, રમેશભાઈ રબારી, રાજેશભાઈ ચૌહાણ, કે.ડીબાવરવા, દિલીપભાઇ સરડવા, દિવ્યારાજસિંહ જાડેજા, અશ્વિનભાઈ વિડજા, લલિતભાઈ કસુન્દ્રા, ચિરાગભાઈ રાચ્છ, બાબુભાઇ વેરાણા, રાવજીભાઇ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News