મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના કુલ ૨૦ ગામોના  ૩૫ લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસમાં કરશે ગૃહપ્રવેશ


SHARE









મોરબી જિલ્લાના કુલ ૨૦ ગામોના  ૩૫ લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસમાં કરશે ગૃહપ્રવેશ

મોરબી જિલ્લા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ કાર્યક્રમ આગામી તા.૧૨/૫/૨૩ ના રોજ યોજાશે. લાભાર્થીઓના ગૃહપ્રવેશનો આ કાર્યક્રમ વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર ગાંધીનગર ખાતેના કાર્યક્રમની સમાંતર મોરબી  જિલ્લામાં પણ લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે મોરબી જિલ્લાના તમામ તાલુકામાંના કુલ ૨૦ ગામોના  ૩૫ લાભાર્થીઓનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકાર્પણ કરવામાં આવશે. જે અન્વયે હળવદ તાલુકાનું ૧, માળિયા તાલુકાનાં ૨, મોરબી તાલુકાના ૫, ટંકારા તાલુકાનાં ૭ અને વાંકાનેર તાલુકાનાં ૨૦ એમ કુલ ૩૫ ઘરોનું લોકાર્પણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મેળવી વાંકાનેરના સમથેરવા ગામના વતની સુરાભાઈ પોપટભાઈ મુંધવા જણાવે છે કે, “તાજેતરમાં જ મને આવાસ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. મારું ૧૦ લોકોનું કુટુંબ છે. મારું જૂનું ઘર રહી શકાય તેવી હાલતમાં નહોતું, નળિયા તુટી ગયા હતા ત્યારે સરકાર દ્વારા નવા ઘર માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય આપવામાં આવી. સરકારે ટેકો આપ્યો તો સારું મકાન રહેવા જેવું થયું તે માટે હું સરકારનો આભારી છું.”

 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવા અનેક ઘરવિહોણા પરિવારો માટેની છત બની છે. આ યોજનામાં ઘર માટે તો ૧,૨૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે ઉપરાંત અન્ય યોજનાને સાથે જોડીને પોતાના ઘર નિર્માણમાં કામ કરવાની મજૂરી તેમજ શૌચાલય નિર્માણ પેટે પણ રકમ ચુકવવામાં આવે છે. આમ ગરીબોને પણ સુવિધાસભર ઘરનું ઘર મળી રહે તે તરફનું સર્વોત્તમ પગલું છે પ્રધાનમંત્રી અવાસ યોજના.

આ યોજનાનું મુખ્ય ધ્યેય કાચા અને જર્જરિત મકાનોમાં રહેતા ઘરવિહોણા પરિવારોને ગ્રામીણ વિસ્તારોમાં તમામ પાયાની સગવડો સાથે પાકા મકાનો પુરા પાડવાનું છે. આ યોજના અંતર્ગત લાભાર્થીની ઓળખ અને પસંદગીમાં પારદર્શિતા જળવાય તો જ “બધાને માટે ઘર” એ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. એ વાતની ખાત્રી રાખી આવાસ મળે તે માટે તમામ પાસાઓની ચકાસણી ગ્રામસભા દ્વારા કરીની તેના આધારે સંપૂર્ણ પ્રક્રીયા ઓનલાઈન અનુસરવામાં આવે છે.






Latest News