રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ખોટા કોન્ટ્રાકટર, ખોટા કામ ચાલુ રાખીશું તો પાલિકા દેણામાં આવી જશે: કાંતિભાઈ અમૃતિયા


SHARE









મોરબીમાં ખોટા કોન્ટ્રાકટર, ખોટા કામ ચાલુ રાખીશું તો પાલિકા દેણામાં આવી જશે: કાંતિભાઈ અમૃતિયા

મોરબી નગર પાલિકા કચેરી ખાતે કાંતિભાઈ  અમૃતિયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેના તેને જણાવ્યુ હતું કે, ખોટા કોન્ટ્રાકટર, ખોટા કામ વિગેરે ચાલુ જ રાખીશું તો પાલિકા દેણામાં આવી જશે જેથી કરીને કોન્ટ્રાકટરને કામ આપવાના બદલે હાલમાં પાલિકાએ પોતાની જાતે જ  સુવિધા આપવાનું શરૂ કર્યું છે જો કે, છેલ્લા ઘણા વર્ષોથી પાલિકામાં જે ચાલતું હતું તેને સમુનમુ લરતા થોડા સમય લાગશે અને ત્યાં સુધી લોકો તકલીફ પણ પડશે તેનો તેમણે સ્વીકાર કર્યો હતો અને જેમને પાલિકામાં ખોટું કર્યું છે તેને ઉપરવારો અને અમે બંનેમાંથી કોઈ મૂકશે નહીં

મોરબી નગરપાલિકામાં ભાજપની બોડીને સુપરસીડ કરવામાં આવી ત્યાં પછી સીટી બસમ કચરા કલેકશન સહિતની સેવા કોન્ટ્રાકટરને બિલ ન આપવાના લીધે બંધ થઈ ગયેલ છે ત્યારે આ મુદે મોરબી પાલિકામાં ધારાસભ્ય કાંતિલાલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ત્યારે કાંતિભાઈએ કહ્યું હતું કે, અગાઉની જેમ ખોટા કોન્ટ્રાકટર, ખોટા કામ વિગેરે ચાલુ જ રાખીશું તો પાલિકા દેણામાં આવી જશે જેથી કરીને તમામ કામગીરી કોન્ટ્રાક્ટરને બદલે પાલિકા હસ્તક લેવામાં આવી રહી છે અને જેના બિલ બાકી છે તેને પણ ત્રણ માહિનામાં પાલિકાને જે કેએચઆરસીએચ લાગશે તેને ધ્યાનમાં રાખીને તેના બિલની રકમ ચૂકવવામાં આવશે બાકી ખોટા બિલ કોઈને આપવામાં આવશે નહીં વધુમાં તેમણે કહ્યું હતું કે, કોન્ટ્રાકટરની સીટી બસ અને કછર ઉપડવાની કામગીરી બંધ કરવામાં આવી છે જેથી કરીને પાલિકા હાલમાં ફાયદામાં છે અગાઉ જે કામ ૪૦ થી ૪૫ લાખમાં થતું હતું તે હાલમાં માત્ર ૧૧ લાખમાં થાય છે અને પાલિકાના કર્મચારી નવરા બેસતા હતા તેને બદલે તે હાલમાં કામ કરી રહ્યા છે અને પાલિકામાં કરોડો રુપિયાનું સ્વ ભંડોળ હતું જો કે, તે પૂરું કરી નાખ્યું છે જેથી લોકો તેના વેરા ભારે તેના માટે અપીલ કરી હતી અને લોકો પાલિકામાં એક રૂપિયો જમા કરાવશે તો સામે પાલિકા સવા રૂપિયાનું કામ આપશે તેવી ખાતરી આપી હતી હાલમાં લોકોને થોડી તકલીફ પડતી હશે જો કે, આગામી દિવસો પાલિકાનો વહીવટ ચોખ્ખો થઈ જશે તે નિશ્ચિત છે 




Latest News