રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના એન્સ્ટોપેબલ વોરિયર્સ દ્વારા આયોજીત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સંપન્ન


SHARE









મોરબીના એન્સ્ટોપેબલ વોરિયર્સ દ્વારા આયોજીત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સંપન્ન

જરૂરીયાતમંદ પરિવારનીયા ચાર દિકરા-દિકરીઓના ધામધૂમથી લગ્ન યોજાયા : દામજી ભગત, અવધ કિશોરજી, પૂર્વમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આશીર્વચન પાઠવ્યા

મોરબીનું એન્સ્ટોપેબલ વોરિયર્સ અનેકવિધ સેવાકાર્ય માટે જાણીતું છે.બહેનોને રોજગારલક્ષી તાલીમ આપી પગભર કરવા, તહેવારોની ઉજવણી જરૂરીયાતમંદ પરીવારના બાળકો સાથે રહી વિશિષ્ટ રીતે કરવી, વૃદ્ધાશ્રમના વડીલોની જરૂરિયાતો પૂરી કરવી, ગરીબ દિકરીઓને સેન્ટરી નેપકીન પુરા પાડવા, ભૂખ્યા લોકોની જઠરાગ્ની તૃપ્ત કરવી વિગેરે જેવા કાર્યોની સાથે પહેલી વખત રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે જરૂરિયાતમંદ પરીવારની ચાર દીકરીઓ જેમા મોરબીના રહેવાસી ભાવેશ્વરીબેન અરજણભાઈ પરમારના લગ્ન બહાદુરગઢ નિવાસી અજીત બચુભાઈ ગોહેલ સાથે, જેતપર નિવાસી  રેખાબેન મનસુખભાઈ પરમારના લગ્ન લાલપરના કેતન દિનેશભાઈ સોલંકી સાથે, જેતપર નિવાસી ગીતાબેન ડાયાભાઈ પરમારના લગ્ન લક્ષમીનગર નિવાસી દીપકભાઈ મોહનભાઈ ભંખોડીયા સાથે તેમજ શકત શનાળા નિવાસી ડિમ્પલબેન શિવાભાઈ રાઠોડના લગ્ન ઘુંનડા (સ.) ના વિજયભાઈ રતિલાલ ચૌહાણ સાથે બેન્ડવાજા ઢોલ ત્રાંસાના તાલે શાસ્ત્રોક્ત વિધિથી સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નવ દંપતિને આશીર્વાદ પાઠવવા બગથળા નકલંગ મંદિરના મહંત દામજી ભગત, સંત અવધ કિશોરજી તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ ત્રણેય મહાનુભાવોએ હેતલબેન આંખજા અને એન્સ્ટોપેબલ વોરિયર્સની સમગ્ર ટીમને આવા સુંદર સેવાકાર્ય કરવા બદલ શુભેચ્છાઓ પાઠવીને પ્રેરણા પુરી પાડી હતી.




Latest News