મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

પ્રેમ કરવો ગુનો નથી, પ્રેમને બદનામ કરનારાઓનો પોલીસ છોડશે નહી: લવ જેહાદ મુદ્દે હર્ષ સંઘવીની સાફ વાત


SHARE







મોરબી શહેરના સનાળા રોડ ઉપર બનાવવામાં આવેલ નવા બસ સ્ટેશનનું આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે મોરબીના મુસાફરો માટે અને જનતા માટે દિવસેને દિવસે એસટી સહિતની સુવિધામાં સરકાર દ્વારા વધારો કરવા માટે તેઓ કટિબંધ છે તેની સાથોસાથ તેઓએ વર્તમાન સમયમાં જે લવ જેહાદનો મુદ્દો ચાલે છે તેને ધ્યાનમાં રાખીને ટકોર કરી હતી કે પ્રેમ કરવો તે ગુનો નથી પરંતુ પ્રેમને બદનામ કરનારા કોઈને છોડવામાં આવશે નહી

રાજ્ય સરકાર દ્વારા એસટી બસ સ્ટેન્ડના નવીનીકરણની કામગીરી જુદા જુદા જિલ્લાઓમાં કરવામાં આવે છે તેવી રીતે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન નું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે મોરબીનું સનાળા રોડ ઉપર નવું બસ સ્ટેશન બનાવવામાં આવેલ છે આ બસ સ્ટેશનનું આજે રાજ્યના ગૃહ મંત્રી અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવેલ છે ત્યારે સાંસદ, ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે હર્ષ સંઘવી દ્વારા ખાસ કરીને એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધામાં જે વધારો કરવામાં આવી રહ્યો છે તેના વિશેની માહિતી આપવામાં આવી હતી અને હાલમાં મોરબી જિલ્લાની અંદર ૩૩૦૦૦ જેટલા લોકો એસટી વિભાગની બસની મુસાફરી કરી રહ્યા છે તે આગામી એક વર્ષમા ૫૦૦૦૦ જેટલા મુસાફરોની સંખ્યા પહોંચે તે પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવા માટે થઈ એસટી વિભાગના અધિકારીઓને કર્મચારીઓ કાર્યરત છે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં મોરબી ડેપોમાં એસટીને વધુ બસો ફાળવવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું તેની સાથોસાથ વર્તમાન સમયમાં ગુજરાત અને ભારતની અંદર જે લવ જેહાદનો મુદ્દો ચાલી રહ્યો છે તે બાબતને ધ્યાનમાં રાખીને તેમણે ખાસ એવી ટકોર કરી હતી કે પ્રેમ કરવો તે કોઈ ગુનો નથી પરંતુ કોઈ સલીમ સુરેશ બનીને અથવા તો સુરેશ સલીમ બનીને કોઈને પ્રેમ કરે અને તેને ફસાવે તેમજ પ્રેમને બદનામ કરે તો તેને પોલીસ વિભાગ દ્વારા છોડવામાં આવશે નહીં આવા કોઈ પણ બનાવની અંદર પોલીસ વિભાગને અરજી મળશે તો તેના ઉપર તાત્કાલિક આઈજી,એસપી સહિતના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવશે તેવી પણ ગૃહરાજ્યમંત્રી દ્વારા ખાતરી આપવામાં આવી હતી






Latest News