મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સોખડા નજીક બાઇક સ્લીપ થતાં માથા-મોઢામાં ઇજા થતાં યુવાનનું મોત


SHARE







મોરબીના સોખડા નજીક બાઇક સ્લીપ થતાં માથા-મોઢામાં ઇજા થતાં યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામના પાટીયા પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થતો હતો ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને યુવાનને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક યુવાનના મામાના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં રંગપર ગામ પાસે આવેલ આલ્ફાન્સો સિરામિક કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મહેશભાઈ બદરીલાલ માલવી (૨૮) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના ફઈબાના દિકરા સતિષભાઈ બિહારીલાલ માલવી (૩૦) સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, રંગપર ગામ પાસે આવેલ આલ્ફાન્સો કારખાનામાં તેની સાથે રહેતા અને મજૂરી કામ કરતા સતિષભાઈ માલવી પોતાનું બાઈક લઈને મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી કરીને તેનું બાઈક રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું અને ત્યારે સતિષભાઈ માલવીને મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતુ જેથી કરીને હાલમાં પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા નંદુભાઈ ગુલાબભાઈ ભીલ (૫૧) નામના આધેડ કામગીરી કરી રહ્યા હતા ત્યારે કામ દરમિયાન તેને સાપ કરડી જતા તે આધેડને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડિયા ચલાવી રહ્યા છે






Latest News