મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનારા વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તમાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હળવદના ટીકર ગામનો બનાવ: ઘરધાણી મીઠાની ખેતી કરવા ગયા અને તસ્કર ઘરમાંથી સોનાના દાગીના ચોરી કરીને 3.94 લાખનું ખાતર પાડી ગયો મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાને બેઠેલા યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખીને ગાળો આપીને મારમાર્યો માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં રહેવાસી પાસેથી સરકારી રોજકામના એક લાખ પડાવવાના બનાવમાં કલેકટરનો તપાસનો આદેશ


SHARE













મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં રહેવાસી પાસેથી સરકારી રોજકામના એક લાખ પડાવવાના બનાવમાં કલેકટરનો તપાસનો આદેશ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પારદર્શક વહીવટની વાતો કરવામાં આવે છે જોકે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓમાં વહીવટ વિના વહીવટ થતો જ નથી તેવો કિસ્સો સામે આવેલ છે જેમાં મોરબી જિલ્લામાં આવતા ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડૂતને પોતાની જમીનના રોજકામની કોપીની જરૂરિયાત હોય તે મેળવવા માટે થઈને તેણે નિયમ મુજબ અરજી કરી હતી જોકે સરકારી કચેરીમાંથી જે ડોક્યુમેન્ટ ન મળ્યું તે વચેટીયાએ એક લાખ રૂપિયા આપ્યા પછી તેને આપલે છે તો સૌથી મોટો સવાલ એવો થાય છે કે સરકારી કચેરીમાં જે ડોક્યુમેન્ટ નથી હોતા તે વચેટીયા અને વહીવટદારો પાસે ક્યાંથી પહોંચી જાય છે ? તે તપાસનો વિષય છે તે અંગેની માહિતી સામે આવતાની સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા જબલપુર ગામે રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારને વારસામાં મળેલ જમીન પૈકીની છ વીઘા જમીનનું તેમણે ગત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં વેચાણ કર્યું હોવાથી તેને આ જમીનનો જમીન લેનાર વ્યક્તિને દસ્તાવેજ કરી આપવો હોવાથી તેમને વર્ષો પહેલા સાથણીમાં મળેલ જમીનનું રોજ કામ જોઈતું હતું અને જે ડોક્યુમેન્ટ મેળવવા માટે તેમણે રાબેતા મુજબ નિયમ પ્રમાણે ટંકારા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી જોકે ટંકારા મામલતદાર કચેરીમાંથી તેમને જે વર્ષો પહેલા જમીન સાથણીમાં મળી હતી તે અંગેની આખી ફાઇલ આપવામાં આવી પરંતુ તેમાં જરૂરી એવું રોજકામ ન હોવાથી તેમને જમીન વેચાણનો દસ્તાવેજ કરવાનો કામ અટકી પડ્યું હતું દરમિયાન વચેટીયા દ્વારા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી રોજકામની કોપી માટે પહેલા પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ એક લાખ રૂપિયામાં આ રોજકામની કોપી તેણે પ્રવીણભાઈ પરમારને આપેલ છે જોકે વચેટીયા વ્યક્તિ પાસે મામલતદાર કચેરીમાં જે ડોક્યુમેન્ટ ન હતું તે ક્યાંથી આવ્યું તે પણ એક તપાસમાં વિષય છે

અત્રે ઉલ્લેખનીય છે કે અરજદાર પમીબેન ભીમજીભાઈ પરમાર એટલે કે પ્રવીણભાઈ પરમારના માતા દ્વારા ટંકારા મામલતદાર કચેરીમાંથી તેઓને સસરા કલાભાઈ સવાભાઇ પરમરાને વર્ષ ૧૯૬૯ માં સાથણીમાં જે ૨૫ વીઘા જમીનનું જે રોજ કામ કરવામાં આવ્યું હોય તે રોજકામની કોપીની જરૂરિયાત હતી જેથી તેઓએ ટંકારા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી અને ત્યાંથી આ ડોક્યુમેન્ટ મળ્યું ન હતું જેથી કરીને તેઓએ જે છ વીઘા જમીનનું હાલમાં વેચાણ કર્યું તેનો દસ્તાવેજ કરવાનું કામ આગળ વધી શકે તેમ ન હતું દરમ્યાન ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા મહેશભાઈ અવચરભાઈ ગોપાણી નામના વચેટીયા દ્વારા પ્રવીણભાઈ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓને જે ડોક્યુમેન્ટ જોઈએ છે તે મહેશભાઈ ગોપાણી તેને આપશે એવું કહીને તેની પાસેથી પ્રથમ પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જોકે આ મોટી રકમ હોવાથી પ્રવીણભાઈએ તે આપવાની ના પાડી હતી અને ત્યારબાદ થોડા દિવસો પછી મહેશભાઈએ ફરી પાછો પ્રવીણભાઈ પરમારનો સંપર્ક કર્યો હતો અને તેની પાસેથી ૧.૧૧ લાખ રૂપિયા લઈને આ રોજ કામની કોપી તેને મેળવી આપશે તેવી ડીલ નક્કી કરી હતી જો કે એક લાખ રૂપિયા આપતાની સાથે મહેશભાઈએ તેની ગાડીમાં બેઠા બેઠા જ રોજકામની કોપી પ્રવીણભાઈ પરમારને આપી હતી જે કોપી મોરબી મામલતદાર કચેરીમાંથી કાઢવામાં આવી છે તેવું પણ સામે આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, ટંકારાના ઘણા ગામના સરકારી ડૉક્યુમેન્ટ આજની તારીખે મોરબી તાલુકા મામલતદાર કચેરીના રેવન્યુ રેકર્ડમાં પડ્યું છે તેને ટંકારા કેમ મોકલાવવામાં આવ્યું નથી તે પણ સવાલ છે

ત્યારબાદ ટંકારા તાલુકાના હીરાપર ગામ પાસે આવેલ બાલાજી કોમ્પલેસ પાસે મહેશભાઈ ગોપાણીએ પ્રવીણભાઈ પરમારને બોલાવ્યા હતા જેથી કરીને તે પોતાના ભાઈ સાથે ત્યાં ગયા હતા અને ત્યાં તેઓએ જેવા મહેશભાઈ ગોપાણીને એક લાખ રૂપિયા આપ્યા તેની સાથે જ મહેશભાઈ ગોપાણીએ તેની પાસે રહેલ પ્રવીણભાઈ પરમારની જમીનના રોજ કામની કોપી આપી હતી અને આ કોપી ટંકારા મામલતદાર ઓફિસમાંથી વર્ષ ૨૦૨૨ ના જાન્યુઆરી મહિનામાં મેળવી લીધેલ હતી તે પ્રકારનો સિક્કો તે ડોક્યુમેન્ટ ઉપર જોવા મળે છે જેથી કરીને એક વર્ષ પહેલા આ ડોક્યુમેન્ટ મહેશભાઈ ગોપાણીએ શા માટે મેળવ્યા હતા ? તે પણ એક તપાસનો વિષય છે અને જો મહેશભાઈ ગોપાણી સરકારી કર્મચારી નથી તો તેની પાસે આ ડોક્યુમેન્ટ ક્યાંથી આવ્યું ? અને જો સરકારી અધિકારી કે કર્મચારીને સંડોવણી ન હોય તો સરકારી કચેરીમાંથી જે ડોક્યુમેન્ટ માત્ર સો રૂપિયા ફી ભરવાથી કાયદેસર રીતે મળી શકે તેમ છે તે મૂળ ધણીને એક લાખ રૂપિયા ચૂકવે વહીવટ કરે ત્યાર પછી જ મળે છે આવી પરિસ્થિતિ હોય તો અન્ય કામમાં પણ બેફામ વહીવટ મોરબી જિલ્લામાં થતો હશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી

અત્રે ઉલેખનીય છે કે, પ્રવીણભાઈ પરમાર કડિયા કામ કરે છે અને વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન પાસે પ્રધાનમંત્રીએ આવાસ યોજનાનુ કામ ચાલી રહ્યું છે તેમાં પેટા કોન્ટ્રાકટર તરીકે તેને કામ રાખ્યું હતું જો કે, તેમાં તેના અંદાજે ૨૦ લાખના બિલ રોકાય ગયા છે જેથી કરીને તે દેણામાં આવી ગયા હતા જેથી કરીને દેણું ભરવા માટે તેને પોતાની વડીલોપાર્જિત જમીનનું વેચાણ કર્યું છે અને તે વેચાણનો દસ્તાવેજ કરવાનો સમય આવી ગયો ત્યાં સુધી તેને નિયમ મુજબ અરજી કરીને ટંકારા મામલતદાર કચેરીમાંથી રોજકામની કોપી આપવામાં આવી ન હતી જેથી કરીને દેણામાં ડૂબેલા પ્રવિનભાઇએ તેની જમીન વેચાઇ તેનો દસ્તાવેજ અટકે નહીં તે માટે વહેચેટિયાને એક લાખ રૂપિયા આપીને રોજકામની કોપી મેળવી હતી જો કે, આવા બીજા કયા કયા કામમાં વહીવટો ચાલી રહ્યા છે તેની તપાસ કરવામાં આવે તો અનેક વચેટિયા મોરબી જીલ્લામાં સામે આવે તેવા સંકેત છે જો કે, હાલમાં જે માહિતી સામે આવી છે તેને ગંભીરતાથી લઈને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા મોરબીના એસડીએમ દેવેન્દ્રસિંહ ઝાલાને આ અંગેની તપાસ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે






Latest News