મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદમાં વીજ લાઈન રીપેરીંગ સમયે વીજ શોક લગતા વિજકર્મીનું મોત


SHARE









હળવદમાં વીજ લાઈન રીપેરીંગ સમયે વીજ શોક લગતા વિજકર્મીનું મોત

હળવદના કોયબા અને ઢવાણા ગામની સીમમાં જ્યોતિગ્રામની વીજ લાઈન રીપેર કરતાં હતા ત્યારે હળવદ વીજ કંપનીના કર્મચારીને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યાર બાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના કોયબા ગામે રહેતા અને વીજ કંપનીમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ મંગળસિંહ ઝાલા (૩૨) બુધવારે કોયબા અને ઢવાણા ગામ વચ્ચે જ્યોતિગ્રામની વીજ લાઈન રીપેર કરી રહ્યા હતા ત્યારે વીજપોલ ઉપર તેને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાની હળવદ વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓને થતાં તે તાત્કાલિક દિગ્વિજયસિંહને સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી




Latest News